BJP National Morcha Incharges Announcement: આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. પાર્ટીએ વિવિધ મોરચાઓ માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપનો પ્રયાસ અલગ-અલગ સામાજિક વર્ગો અને સંગઠનના વિવિધ સ્તરો સુધી પોતાની પહોંચ વધુ મજબૂત કરવાનો હોવાનું માનવામાં આવે છે.
મહિલા મોરચાથી લઈને OBC મોરચા સુધી જવાબદારી
ભાજપે(BJP) મહિલા મોરચાની જવાબદારી ડી. પુરંદેશ્વરીને સોંપી છે. જ્યારે હરીશ દ્વિવેદીને યુવા મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વૈજયંત પાંડાને OBC મોરચા, સંજય ભાટિયાને SC મોરચા અને સતીશ પૂનિયાને ST મોરચાની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત લાલસિંહ આર્યને ખેડૂત મોરચા અને ગજેન્દ્ર પટેલને લઘુમતી મોરચાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ કરવામાં આવી છે. 17 ઓગસ્ટે જાહેર થયેલી નવી ટીમમાં અનેક અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. બી.એલ. સંતોષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને પિયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્મૃતિ ઈરાની અને રામ માધવ સહિત અનેક નેતાઓને પણ રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વનું સ્થાન મળ્યું હતું.

BJP વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની જવાબદારી
બીજેપી દ્વારા 18 ઓગસ્ટે વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતના જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાવડે સંગઠન અને ચૂંટણીની વ્યૂહરચનાના અનુભવી નેતા તરીકે ઓળખાય છે. ભાજપના(BJP) સંગઠનમાં થઈ રહેલા આ ફેરફારોને આગામી ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. નવા પ્રભારીઓની મદદથી પાર્ટી વિવિધ સામાજિક વર્ગો સુધી પહોંચ વધારવા, કાર્યકર્તાઓને વધુ સક્રિય કરવા અને સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ સહિત આગામી વિધાનસભા ચૂંટણી ધરાવતા રાજ્યોમાં ભાજપ માટે સંગઠનાત્મક મજબૂતી મહત્વની રહેવાની છે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર? યુવા અને મહિલા ચહેરાઓને મળી શકે છે તક
આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, આગામી મુખ્ય સચિવની રેસમાં મહિલા IAS અધિકારીઓનાં નામો
આ પણ વાંચો:બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ‘રેવડી’નો સહારો, મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી
