ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુણોત્સવનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે ગુણોત્સવને સાર્થક કરવા રાજ્યની 3 હજાર શાળાને A+ ગ્રેડમાં સમાવવા લક્ષ્યાંકએણએણએણ કર્યો છે.
આ પણ વાંચો :સોમનાથ મંદિરની સુરક્ષા સામેના સવાલને લઈને ચાર દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ કરાયું
ગુજરાતમાં શિક્ષણ સાથે સંસ્કારનું ઘડતર પણ થાય એ હેતુથી શૈક્ષણિકસંસ્થાને ગ્રેડ આપવાનો નિર્ણય પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2009 થી કર્યો છે. રાજ્યમાં 32 હજાર 500 સરકારી પ્રાથમિક શાળા અસ્તિત્વમાં છ.
દરમિયાન શિક્ષણની ગુણવત્તા જળવાય સાથે સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેજસ્વી બને તે હેતુથી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાને ગ્રેડ આપવાનો અપનાવવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે લેખન, વાચન અને ગણન સહિતના સામાન્ય મુદ્દા ધ્યાનમાં લેવમાં આવે છે. વર્ષ-2009માં આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો.
આ પણ વાંચો :રણજી ક્રિકેટર અવી બારોટના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
પ્રથમ તબક્કામાં વર્ષ-2018 સુધી ગુણોત્સવ યોજવામાં આવ્યો હતો. જે મુજબ માત્ર 14 જ શૈક્ષણિક સંસ્થા A+ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે . વર્તમાન સરકારે આ દિશમાં ગંભીર વિચારણા કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં ગુણોત્સવ યોજવામાં આવશે. જેમાં અગાઉના વર્ષનું પુનરાવર્તન ટાળી વધુ ને વધુ શૈક્ષણિક સંસ્થાને સામેલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અગાઉના ગુણોત્સવના પરિણામ
ગ્રેડ પરિણામ – કેટલી શૈક્ષણિક સંસ્થા
A+ – 14
A2 – 2782
B – 20659
C – 7335
D – 3011
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ નવરચિત સરકારે હવે આ પરિણામમાં સુધારો લાવવા કવાયત હાથ ધરી છે. જેમાં A+ શૈક્ષણિક સંસ્થા માટે 3 હજારનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. સરકારે નિર્ધારિત કરેલાં લક્ષ્યાંકને શિક્ષણવિભાગ કેટલો ન્યાય આપી શકશે..અને વિદ્યાર્થીઓને તેનો કેટલો લાભ મળશે..? તે હવે પછી આયોજીત ગુણોત્સવના પરિણામ સુધી રાહ જોવી જ રહી.
આ પણ વાંચો : પત્નીની હત્યા કરી યુવકે પોલીસને ફોન કરી કહ્યું – મેં મારી પત્નીની હત્યા કરી છે, કયા હાજર થાઉ
આ પણ વાંચો : બહુચરાજી માં માતાજીને આજે વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરાવ્યો
આ પણ વાંચો : 16 ઓકટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના 27 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે
