Manipur/ મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

બુધવારે સાંજે મણિપુરમાં એન બિરેન સિંહ સરકારના કેબિનેટ મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને અજાણ્યા બદમાશોએ આગ ચાંપી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

Top Stories India
11 1 મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

બુધવારે સાંજે મણિપુરમાં એન બિરેન સિંહ સરકારના કેબિનેટ મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને અજાણ્યા બદમાશોએ આગ ચાંપી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. કાંગપોકપીના ભાજપના ધારાસભ્ય નેમચા કિપગેન રાજ્યના ઉદ્યોગ મંત્રી છે અને મણિપુર કેબિનેટમાં એકમાત્ર મહિલા છે. રાજ્યના કુકી-જોમી-ચિન-હમર સમુદાયો માટે અલગ વહીવટની માગણી કરનારા 10 કુકી ધારાસભ્યોમાંના મંત્રી, તે સમયે તેમના નિવાસસ્થાને હાજર ન હતા.

મણિપુરમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસા બાદ ધારાસભ્યો કે મંત્રીઓ પર હુમલાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આ પ્રકારના હુમલા અનેકવાર થયા છે. પૂર્વોત્તર રાજ્યમાં 3 મેથી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ ઘટના 4 મેના રોજ બની હતી, જ્યારે ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્ય વુંગજાગિન વાલ્ટે ટોળાના હુમલામાં ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ ધારાસભ્ય હાલ દિલ્હીમાં સારવાર હેઠળ છે.

24 મેના રોજ, ઇમ્ફાલમાં એક ટોળા દ્વારા ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગોવિંદદાસ કોંથૌજમના ઘરની તોડફોડ કરવામાં આવી હતી. એક દિવસ પછી બીજા ટોળાએ ઇમ્ફાલમાં રાજ્યના અન્ય મંત્રી ટી બિસ્વજીત સિંહના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તે જ દિવસે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘરની પણ તોડફોડ કરવામાં આવી હતી. 28 મેના રોજ, બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમના લામફેલમાં બીજેપી ધારાસભ્ય કે રઘુમણિ સિંહના ઘરની તોડફોડ કરી હતી. 9 જૂને, બે મોટરસાઇકલ પર સવાર યુવકોએ બીજેપી ધારાસભ્ય સોરૈસમ કેબીના ઘર પર ગ્રેનેડ ફેંક્યો હતો.