Covid-19/ બાળકોનાં ભવિષ્ય પર મહામારીની પડશે ખરાબ અસર, ઘણા બાળકો ક્યારેય નહી જઇ શકે School : રિપોર્ટ

કોવિડ-19 સંકટને કારણે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની અસર શિક્ષણ પર પણ જોવા મળી છે. શાળાનાં બાળકોનાં શિક્ષણને વધુ નુકસાન થયું છે.

Top Stories Trending
બાળકોનો અભ્યાસ કોરોનાની ભેટ

કોવિડ-19 સંકટને કારણે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની અસર શિક્ષણ પર પણ જોવા મળી છે. શાળાનાં બાળકોનાં શિક્ષણને વધુ નુકસાન થયું છે. વિશ્વ બેન્ક દ્વારા યુનેસ્કો અને યુનિસેફનાં સહયોગથી તૈયાર કરવામાં આવેલા નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આ પણ વાંચો – Miss Universe 2021 / આ સવાલનો જવાબ આપીને મિસ યુનિવર્સ 2021 બની હરનાઝ કૌર સંધુ, જાણો શું આપ્યો જવાબ

રિપોર્ટ અનુસાર, કોરોના સંકટને કારણે શાળાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓની વર્તમાન પેઢીને આજની તારીખે 17 ટ્રિલિયન યુએસ ડોલરની કમાણી ગુમાવવાનું જોખમ છે, જે વૈશ્વિક GDP નાં લગભગ 14 ટકા છે. અહેવાલ દર્શાવે છે કે પ્રભાવ અગાઉની તુલનામાં વધુ ગંભીર છે અને 2020 માં રજૂ કરવામાં આવેલા અમેરિકાનાં $10 ટ્રિલિયન અંદાજ કરતા ઘણો વધારે છે. સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસીસઃ એ પાથ ટુ રિકવર શીર્ષક હેઠળનો અહેવાલ દર્શાવે છે કે, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં શિક્ષણમાં નબળા બાળકોનો હિસ્સો 53 ટકા હતો, જે મહામારીનાં કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેવાને કારણે 70 ટકા સુધી થઇ ગયો છે. અહેવાલ મુજબ, શાળા બંધ થવાનાં કારણે અભ્યાસને નોંધપાત્ર નુકસાન થયું હોવાની સંભાવનાને હવે વાસ્તવિક ડેટા દ્વારા પુષ્ટિ મળી રહી છે.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કેસ થયા 27 કરોડ, ભારતમાં Active કેસ 561 દિવસમાં સૌથી ઓછા નોંધાયા

વળી, સમાચાર એજન્સી ભાષાનાં અહેવાલ અનુસાર, વિશ્વ બેન્કનાં વૈશ્વિક શિક્ષણનાં નિર્દેશક, જેમ સાવેદ્રાએ કહ્યું કે, કોરોના સંકટથી વિશ્વભરની શિક્ષણ પ્રણાલીઓ અટકી ગઈ છે. હવે 21 મહિના પછી પણ લાખો બાળકો માટે શાળાઓ બંધ છે અને એવા ઘણા બાળકો છે જે ક્યારેય શાળાએ પાછા ફરી શકશે નહી. તેમણે કહ્યું કે, બાળકોનાં શિક્ષણનું નુકસાન નૈતિક રીતે અસ્વીકાર્ય છે. અભ્યાસમાં નબળા બાળકોની સંખ્યામાં સંભવિત વધારો આ પેઢીનાં બાળકો અને યુવાનોની ભાવિ ઉત્પાદકતા, કમાણી અને જીવન પર વિનાશક અસર કરી શકે છે.