દુર્ઘટના/ સુરતના કતારગામમાં સ્લેબ ધરાશાયી, 2 લોકોના મોત

શહેરના કતારગામમાં સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. સ્લેબ ધરાશાયી થતા 3 લોકો દટાયા હતા જેમાંથી બે લોકોના મોત થયા છે

Top Stories Gujarat Surat
સ્લેબ ધરાશાયી

સુરતથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના કતારગામમાં સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. સ્લેબ ધરાશાયી થતા 3 લોકો દટાયા હતા જેમાંથી બે લોકોના મોત થયા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જેસીબીની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

બિલ્ડીંગની ઉપર સ્લેબ લેવાની કામગીરી ચાલુ હતી, તે સમયે સ્લેબ ધારાશયી થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતુ થયુ હતું. તાત્કાલિક સ્લેબને હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, કાટમાળમાં હજી કેટલા લોકો ફસાયા છે તેની હજી જાણ નથી. સ્લેબ તૂટી પડતા નીચે પાર્ક કરાયેલી ગાડીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. લગભગ 40 થી વધુ બાઈક બિલ્ડીંગ નીચે પાર્ક કરાઈ હતી. જે કાટમાળ નીચે આખેઆખી દબાઈ ગઈ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, તો કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી ચાલુ રહી છે.

આ પણ વાંચો :સુરતમાં આટલા TBના દર્દીઓને CR પાટીલે લીધા દત્તક, આ રીતે કરશે મદદ

આ પણ વાંચો : જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ

આ પણ વાંચો :  દ્વારકામાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ધુળેટીની ઉજવણી બની કરુણાંતિકા

આ પણ વાંચો : ગુજરાત પોલીસનો દાવો છે – છેલ્લા 9 વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 45% ઘટાડો