આગ/ અમેરલીના ડુંગરાળ વિસ્તારમાં લાગી આગ, વનવિભાગ બન્યું સતર્ક

આગના કારણે ખાંભા હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. ગીરના જંગલ વિસ્તાર નજીકમાં જ આગનો બનાવ બનતા વનવિભાગ સતર્ક બન્યું છે

Gujarat Others
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભાના લાપાલા ડુંગરાળ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. સિંહોના રહેઠાણ નજીક આગ લાગવાને કારણે વનવિભાગ એલર્ટ બન્યું છે. જો કે, હાલ આગના કારણે વન્યજીવ પણ જોખમ ન હોવાનો વનવિભાગ દ્વારા દાવો કરાયો છે. આગ લાગ્યાના બે કલાક બાદ પણ આગને કાબૂમાં લેવાના કોઈ પ્રયાસો ન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ આગ મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા રેવન્યૂ વિસ્તારમાં લાગી હોવાથી વનવિભાગ એલર્ટ થયું છે. આજે સાંજના સમયે ખાંભાના લાપાળા ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે. આગના કારણે ખાંભા હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. ગીરના જંગલ વિસ્તાર નજીકમાં જ આગનો બનાવ બનતા વનવિભાગ સતર્ક બન્યું છે અને આગ વધુ પ્રસરે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.

ધારી ગીર પૂર્વ ડી.સી.એફ.રાજદીપ સીહ ઝાલાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આગ રેવન્યુ વિસ્તારમાં છે. બાજુમા મિતિયાળા જંગલ પણ છે. હાલ આમરી ટીમ ઘટના સ્થળે હાજર છે. હાલ વન્યપ્રાણીને કોઈ નુકસાન નથી.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર ઉનાળે જંગલ વિસ્તારો અને ડુંગરામાં આવી આગ લાગતી હોય છે. ઉનાળામાં વિશ્વભરના જંગલોમાં દાવાનળની જેમ આગ લાગતી હોય છે. અનેક વૃક્ષો બળીને ખાખ થઈ જતા હોય છે.

આ પણ વાંચો : સુરતમાં આટલા TBના દર્દીઓને CR પાટીલે લીધા દત્તક, આ રીતે કરશે મદદ

આ પણ વાંચો :જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ

આ પણ વાંચો :દ્વારકામાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ધુળેટીની ઉજવણી બની કરુણાંતિકા

આ પણ વાંચો : ગુજરાત પોલીસનો દાવો છે – છેલ્લા 9 વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 45% ઘટાડો