Not Set/ પેટાચૂંટણી/ અલ્પેશ ઠાકોરનો ઘટસ્ફોટ: ચૂંટાયા પહેલા જ જાહેરાત, હવે હું મંત્રી બનવાનો છું

કોંગ્રેસનાં બાગી ધારાસભ્ય અને હાલમાં રાધનપુર બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હજુ સુંધી ચૂંટણી યોજાઇ નથી, અને અલ્પેશ ઠાકોરે પહેલાથીજ ચૂંટણીનાં પરિણામ જાહેર કરી દીધા છે. આગામી 21 ઓકટોબરે યોજાઇ રહેલી રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનાં પ્રચારમાં તેમણે જાહેર સ્ટેજ પરથી એલાન કર્યુહતું કે, હવે હું મંત્રી બનવાનો […]

Top Stories Gujarat Others Politics
અલ્પેશ પેટાચૂંટણી/ અલ્પેશ ઠાકોરનો ઘટસ્ફોટ: ચૂંટાયા પહેલા જ જાહેરાત, હવે હું મંત્રી બનવાનો છું

કોંગ્રેસનાં બાગી ધારાસભ્ય અને હાલમાં રાધનપુર બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હજુ સુંધી ચૂંટણી યોજાઇ નથી, અને અલ્પેશ ઠાકોરે પહેલાથીજ ચૂંટણીનાં પરિણામ જાહેર કરી દીધા છે.

આગામી 21 ઓકટોબરે યોજાઇ રહેલી રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનાં પ્રચારમાં તેમણે જાહેર સ્ટેજ પરથી એલાન કર્યુહતું કે, હવે હું મંત્રી બનવાનો છું. પહેલા ધારાસભ્ય તરીકે મારે મારા વિસ્તારના કાર્ય માટે રજૂઆત કરવી પડતી હતી.  પરંતુ હવે મંત્રી બનીશ. અને મંત્રી બન્યા બાદ લાલા લશ્કર સાથે આવીશ અને હવે મારે મંત્રી તરીકે માત્ર ઓર્ડર જ કરવા પડશે. કોઈ ને રજૂઆત કરવી નહીં પડે.

પોતાની શિસ્ત માટે જાણીતી ભાજપ હવે કોંગસયુક્ત બની છે. અને ત્યાં પણ હવે શિસ્તના લીરા ઊડી રહ્યા છે. આ અગાઉ પણ બાયડ વિધાનસભાના ભાજપના ઉમેદવારે ભાજપે સત્તાવાર જાહેરાત નાં કરી હોવા છતાય સોશિયલ મીડિયામાં ઉમેદવારી નોધવા અંગે જાહેરાત કરીને વિવાદમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ પણ મૂળે તો કોંગ્રેસ ના જ ઉમેદવાર હતા. તો હવે  અલ્પેશ ઠાકોરે પણ ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર કરીને વિવાદ ઊભો કર્યો છે. અને ભાજપની શિસ્તના લીરા ઉડાવ્યા છે.

  નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.