New Delhi News: એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા 25 જેટલા કર્મચારીઓને છૂટા કરી નાખ્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશન ડિસ્ટર્બ કરવા અને નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન કરવાના દોષી માનતા સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.
એકાએક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ બીમારીનું કારણ આપી રજા પર ઊતરી જવાનું કારણ આપ્યું હતું જેના પરિણામે એરલાઇને બે દિવસમાં પોતાની 90 ફ્લાઇટને રદ કરવી પડી છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ મોડી પડવા અને કેન્સલ કરવા મામલે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એક્શન લીધાં છે અને આ મામલે એરલાઇન પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. મંત્રાલયે એરલાઇનને આ સમસ્યાને તુરંત હલ કરવાનો આગ્રહ પણ કર્યો છે.
Around 25 employees (cabin crew members) of Air India Express Airlines have been terminated after they didn’t report to work, and due to their behaviour, thousands of passengers suffered: Airline Sources
— ANI (@ANI) May 9, 2024
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….