Voting Awareness/ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા……….

Gujarat
Image 4 2 ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Mahisagar News: લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે આજ રોજ જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાનનો ઉપયોગ કરનાર યુવા મતદારોને ચૂંટણીનું મહત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

WhatsApp Image 2024 04 26 at 2.58.59 PM ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

WhatsApp Image 2024 04 26 at 2.58.59 PM 1 ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

WhatsApp Image 2024 04 26 at 2.59.00 PM 1 ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા

WhatsApp Image 2024 04 26 at 2.59.01 PM ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં “હું અવશ્ય મતદાન કરીશ” એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા. પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુવા મતદારોએ વોટ ફોર મહીસાગર આકારમાં વૃક્ષારોપણ કરી પોતાના પેહલા વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો.

WhatsApp Image 2024 04 26 at 2.59.01 PM 2 ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, નાયબ વન સંરક્ષક નૈવિલ ચૌધરી, પ્રોબેશનલ આઈ એ એસ મહેક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌમાંસ વેચનારા આરોપીને સુરત કોર્ટે ફટકારી 3 વર્ષની સજા

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત