Not Set/ વધુ એક ઘોર બેદરકારી/ દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે…..

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના અંતિમ સંસ્કાર પછી હોસ્પિટલ સત્તાવાળા નો ઘરે ફોન આવે છે કે દર્દી કોરોના નેગેટીવ છે અને જનરલ વોર્ડમાં એડમિટ છે. અગાઉ પણ સિવિલ હોસ્પીટલની ઘણી બેદરકારી સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક બેદરકારી સામે આવીછે. પ્રપાત વિગતો અનુસાર નિકોલના દેવરામભાઇને 28 મે ડાયાબિટીસ […]

Ahmedabad Gujarat
68ff7d66014f3075bce31c82ad9a58ff 1 વધુ એક ઘોર બેદરકારી/ દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે.....
68ff7d66014f3075bce31c82ad9a58ff 1 વધુ એક ઘોર બેદરકારી/ દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે.....

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના અંતિમ સંસ્કાર પછી હોસ્પિટલ સત્તાવાળા નો ઘરે ફોન આવે છે કે દર્દી કોરોના નેગેટીવ છે અને જનરલ વોર્ડમાં એડમિટ છે. અગાઉ પણ સિવિલ હોસ્પીટલની ઘણી બેદરકારી સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક બેદરકારી સામે આવીછે.

પ્રપાત વિગતો અનુસાર નિકોલના દેવરામભાઇને 28 મે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. 22 કલાક બાદ 29 મેના રોજ બપોરે 3 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હતા. પરિવારજનોને મૃતકનો ચહેરો પણ બતાવવામાં ન આવ્યો.અને 4 વાગે પરિવારના બે સભ્ય એ PPE કીટ સાથે તેમની અંતિમ વિધી કરી નાખી હતી.

ખરી વાત તો હવે સામે આવી છે કે 30મીએ સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તેમના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને હાલ તેઓ જનરલ વોર્ડમા દાખલ છે. એટલું જ નહીં 30 મેના રોજ ફરીથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે દર્દી સ્ટેબલ છે. કન્ટ્રોલરૂમમાંથી ફોન આવતા પરિવારજનો અસમંજસમાં પડ્યા છે. હવે પરિવાર ચિંતામાં છે કે તેઓએ કઈ વ્યક્તિના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા…?

આ અંગે સિવિલ સ્ત્તાવાલાનું કહેવું છે કે, રિપોર્ટ મુજબ કન્ટ્રોલ રૂમના કર્મચારીએ કોલ કર્યો પણ તેમનું મોત અગાઉ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.