Navratri-Ambalal/ નવરાત્રિના રસિયાઓમાં ધ્રાસકો પાડતી અંબાલાલ પટેલની આગાહી

નવરાત્રિના શોખીનો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતનું ચોમાસુ ફક્ત નવરાત્રિ જ નહી દિવાળી પણ બગાડશે.

Top Stories Gujarat
Mantavyanews 8 7 નવરાત્રિના રસિયાઓમાં ધ્રાસકો પાડતી અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદઃ નવરાત્રિના શોખીનો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતનું ચોમાસુ ફક્ત નવરાત્રિ જ નહી દિવાળી પણ બગાડશે. નવરાત્રિના Ambalal Forecast શોખીનો જે મહિના પહેલાથી ગરબામાં ઘૂમવા તૈયારી કરી રહ્યા છે અને દિવાળીના શોખીનો જે ફટાકડાની તૈયારી કરી રહ્યા છે અથવા તો ફરવા જવાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ચિંતાજનક સમાચાર છે. નવરાત્રિ 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.
ફક્ત ખેલૈયાઓ જ શું કામ નવરાત્રિના આયોજકો માટે પણ અંબાલાલની આગાહી એક ચિંતાજનક બાબત છે. તેમના ચહેરા પરતો અત્યારથી જ ચિંતાના સળ પડવા માંડ્યા હશે. સોસાયટીઓમાં થતી નવરાત્રિમાં Ambalal Forecast કદાચ બહુ વાંધો ન આવે, પરંતુ જે પાર્ટી પ્લોટો નવરાત્રિનો કારોબાર ચલાવે છે તેમની કમાણીની સંભાવના અંબાલાલ પટેલની આગાહીની સાથે જ ધોવાઈ જાય તેમ લાગે છે. હાલમાં તો નવરાત્રિના ક્લાસ ધૂમ મચાદે ધૂમની જેમ ચાલી રહ્યા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં સાઇક્લોનિક સિસ્ટમ સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. તેમા પણ બંગાળના ઉપસાગરમાં સર્જાનારી સિસ્ટમના લીધે બંગાળમાં Ambalal Forecast આ સમયગાળા દરમિયાન વાવાઝોડું આવવાનું છે. વાવાઝોડા અને તેના લીધે ભારે વરસાદની સ્થિતિ 18મી ઓક્ટોબર સુધી રહી શકે છે. તેના લીધે નવરાત્રિમાં કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સાઇક્લોનિક સિસ્ટમની આ અસર ફક્ત નવરાત્રિ સુધી જ મર્યાદિત ન રહેતા દિવાળી સુધી પણ લંબી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ સૂક્કો ભઠ્ઠ ગયા પછી સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે તેની ખાધ ભરપાઈ કરી દીધી છે. તેની સાથે ઊભા પાકને જીવતદાન આપ્યું છે. સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલા હજી પણ તે વરસાદ બાકી રહી સહી ખાધ પણ પૂરી કરી દેશે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ સસ્પેન્ડ/અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ Balasinore/બાલાસિનોરની ઝેરી કેમિકલ યુક્ત ડમ્પીંગ સાઈડ ફરી એક વખત વિવાદના વંટોળે

આ પણ વાંચોઃ Surat Charas/સુરતમાંથી ચાર કરોડનું ચરસ પકડાયું, ત્રણની ધરપકડ