Balasinore/ બાલાસિનોરની ઝેરી કેમિકલ યુક્ત ડમ્પીંગ સાઈડ ફરી એક વખત વિવાદના વંટોળે

મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમિયતપુરાની ઝેરી કેમિકલ યુક્ત ડમ્પીંગ સાઈડ ફરી એક વખત વિવાદના વંટોડે ચડી છે. જેનો સમગ્ર બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા કેટલાય સમયથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Gujarat Others
Balasinore's toxic chemical dumping site once again creates controversy

મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમિયતપુરાની ઝેરી કેમિકલ યુક્ત ડમ્પીંગ સાઈડ ફરી એક વખત વિવાદના વંટોડે ચડી છે. જેનો સમગ્ર બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા કેટલાય સમયથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ ત્યાના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ કોઈ યોગ્ય પગલા લેવાયા નહોતા. જેમાં ફરી એકવાર ઝરમર નદી તેમજ કોતરોમાં કેમિકલ યુક્ત પાણી રાત્રી દરમિયાન છોડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડતા ત્યાં રહેલા માછલા મરેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાના સ્થાનિક લોકો દ્વારા  મુખ્યમંત્રી સહિત અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પરિણામ મળ્યું નથી તેથી  લોકોમાં રોષ જોવા મળ્યું હતું. ત્યાના સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આ ડમ્પીંગ સાઈડમાં મોટા માથાનો હાથ હોય તેમ વહીવટી તંત્ર પાંગળું બન્યું છે.

ડમ્પીંગ સાઈડને લઇ સ્થાનિકોએ 500થી વધુ આવેદનપત્ર આપ્યા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ડમ્પીંગ સાઈડ ને લઇ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ગંભીર અસર થઇ રહી છે અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ બાલાસિનોર ના અંદાજીત 20 જેટલા ગામો માં કેમિકલ ના કારણે જળચર જીવો ના પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડંપિંગ સાઇડ પર કેમિકલ છોડવાનું બંધ કરવામાં નહિ આવે તો ચક્કા જામ કરવા ગામના લોકો એ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો:Gujarat Heavy rain/વીકેન્ડમાં બહાર ફરવાનો વિચાર હોય તો માંડી વાળજો, ભારે વરસાદની છે આગાહી

આ પણ વાંચો:Surat Charas/સુરતમાંથી ચાર કરોડનું ચરસ પકડાયું, ત્રણની ધરપકડ

આ પણ વાંચો:Vande Bharat Train/ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનનો આજે ટ્રાયલ