રાજકોટ/ વધતાં કેસો વચ્ચે  પર સરકાર મક્કમ,રાજકોટ માં કાઈટ ફેસ્ટિવલ યોજાશે …..

મળતી  માહિતી મુજબ રાજકોટ ઉપરાંત અમદાવાદ,ધોલેરા સહિતના રાયમાં અલગ અલગ અનેક સ્થળોએ જુદી જુદી તારીખે પતગં મહોત્સવ યોજવામાં આવશે.

Gujarat
Untitled 18 વધતાં કેસો વચ્ચે  પર સરકાર મક્કમ,રાજકોટ માં કાઈટ ફેસ્ટિવલ યોજાશે .....

હાલ  રાજયમાં  કોરોના  કેસ સતત વધતાં  જોવા મળી  રહ્યા છે   ત્યારે લોકોમાં  પણ  જરાય  ગંભીરતા જોવા મળી રહી નથી .  લોકો માં રાજાના રાજકુંવરની જેમ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે તેટલો દિવસે કોરોના વધી રહ્યો છે. હાલ સતત વધતાં  કેસો વચે  પર સરકાર મક્કમ છે  જે અંતર્ગત  આગામી તારીખ ૧૨ ના રોજ રાજકોટ ખાતે કાઈટ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લેવાયો છે.  મહત્વનુ છે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાયો ન હતો અને આ વર્ષે પણ આવા કાર્યક્રમો યોજી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં તારીખ ૧૨ જાન્યુઆરીના રાજકોટ ખાતે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ ઉજવવાનો નિર્ણય કરાયો છે.

આ પણ  વાંચો:ગુજરાત / ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત થયા

મળતી  માહિતી મુજબ રાજકોટ ઉપરાંત અમદાવાદ,ધોલેરા સહિતના રાયમાં અલગ અલગ અનેક સ્થળોએ જુદી જુદી તારીખે પતગં મહોત્સવ યોજવામાં આવશે. રાજકોટમાં આ માટે કયું સ્થળ યોગ્ય છે તેનું પૂછાણ ગાંધીનગરથી આવી ગયું છે અને જવાબ આપ્યા બાદ વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આ પણ  વાંચો:જમ્મુ અને કાશ્મીર / શ્રીનગરમાં ભારે હિમવર્ષાને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરાઇ

સામાન્ય રીતે પતગં મહોત્સવ જિલ્લાકક્ષાના શહેરોમાં યોજવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા બે કાઈટ ફેસ્ટિવલ રાજકોટ ઉપરાંત જેતપુર ખાતે પણ યોજાયા હતા. પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડીયાના પ્રયત્નોથી આ શકય બન્યું હતું પરંતુ આ વર્ષે જેતપુરમાં તેનું આયોજન થવાની શકયતા નથી.