By Election/ કોંગ્રેસ 25 વર્ષથી સત્તામાં નથી અને આગામી 25 વર્ષ પણ સત્તામાં નહીં આવે – પાટીલની વીડિયો મામલે પ્રતિક્રિયા

કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશનાં પ્રમુખ દ્વારા ભાજપ પર ધારાસભ્યોનાં ખરીદ ફરોતનાં આક્ષેપો અને સોમા ગાંડા પટેલનાં વાઇરલ વીડિયો મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી કોંગ્રેસ કાવાદાવા કરી રહી છે તેવો પ્રતિઆક્ષેપ કરવાની સાથે સાથે […]

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others Politics
cr patil કોંગ્રેસ 25 વર્ષથી સત્તામાં નથી અને આગામી 25 વર્ષ પણ સત્તામાં નહીં આવે - પાટીલની વીડિયો મામલે પ્રતિક્રિયા

કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશનાં પ્રમુખ દ્વારા ભાજપ પર ધારાસભ્યોનાં ખરીદ ફરોતનાં આક્ષેપો અને સોમા ગાંડા પટેલનાં વાઇરલ વીડિયો મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી કોંગ્રેસ કાવાદાવા કરી રહી છે તેવો પ્રતિઆક્ષેપ કરવાની સાથે સાથે કોંગ્રેસે ગુજરાતની પ્રજાની માફી માગવી જોઇએ આવી માંગ પણ કરવામાં આવી છે. 

પાટીલ દ્વારા આ મામલે વધુ જણાવવામાં આવ્યું કે, કોંગ્રેસે કોળી સમાજનું અપમાન કર્યુ છે. વીડિયોમાં માત્ર અનુમાન પર ચર્ચા થઇ રહી છે. લોકસભા સમયે પણ કોંગ્રેસે વીડિયો રજૂ કર્યો હતા. કોંગ્રેસ જુઠાણું ફેલાવાનું કામ કરે છે.  
જુઠવાડિયા બાજુમાં હોવાથી અમિત ચાવડા આવું બોલ્યા છે. અગાઉ પણ કોંગ્રેસ પાસે કોઇ પુરાવો નહતો અને અત્યારે પણ કોઇ પુરાવો નથી.

સી આર પાટીલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, ભાજપ મજબુત રીતે કામ કરી રહી છે. ભાજપ વિધાનસભાની આ પેટાચૂંટણીમાં 8-8 બેઠકો પર જીત મેળવશે. કોંગ્રેસ 25 વર્ષથી સત્તામાં નથી અને આગામી 25 વર્ષ પણ સત્તામાં નહીં આવે. ગુજરાતમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુબ સારું કામ કરી રહ્યાં છે.

કોંગ્રેસને આત્મ મંથન કરવાની જરૂર છે. કોંગ્રેસને લોકોનાં કામો કરવા સલાહ આપતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ લગાવેલા આરોપ બદલ તે માફી માંગે. વીડિયોમાં સોમાભાઇ છે કે કેમ તે જ શંકાસ્પદ છે. વીડિયોમાં સોમાભાઇનો ચહેરો દેખાતો નથી. વીડિયો કાપકૂપ કરી ભ્રમ ફેલાવવા બનાવાયો હોવાની આશંકા છે. લોકોનો મત પોતાની તરફ ખેંચવા કોંગ્રેસનો આ નિમ્ન પ્રયાસ છે. કોંગ્રેસ આવા કામમાં કયારેય સફળ નહીં થાય. સોમાભાઇ સાથે મારી કયારેય કોઇ ચર્ચા નથી થઇ. અમિત ચાવડા ગુજરાતની માફી માગે અને કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ દેશની માફી માંગે. આવા ખોટા ગંભીર આક્ષેપની કરવાની ટેવમાંથી કોંગ્રેસે બહાર આવવું જોઇએ. 

જુઓ ભાજપ પ્રદેશ પ્રમુખે શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમા….