રાજકોટ/ શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા, એક વ્યક્તિનું મોત નીપજયું

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા અફરા તફરીનો માહોલ  જોવા  મળી રહ્યો  હતો.

Top Stories Gujarat Rajkot
Untitled 61 શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા, એક વ્યક્તિનું મોત નીપજયું

રાજકોટમાં દિન  પ્ર્તિદિન  આગ ના કેસો વધતાં જોવા મળે છે . ક્યારેક આગ કે બાટલો  ફાટવો  એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે .  ત્યારે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા અફરા તફરીનો માહોલ  જોવા  મળી રહ્યો  હતો. .  જેમાં શિવ ફાયરમાં ફાયર સેફટીની દુકાનમાં ફાયરનો બોટલ અચાનક  ફાટતાં જેમાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યું થયુ છે અને અન્ય એક મહિલા ઘયાલ થયા છે.  તેમજ ઇજાગ્સ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Untitled 62 શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા, એક વ્યક્તિનું મોત નીપજયું

આ પણ વાંચો:દરોડા / પંજાબમાં મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજાના ઘર પર EDના દરોડા

હાલ ફાયરની ગાડીઓ આવી ગઇ છે. નોંધનીય છે કે, આ દુકાનમાં કામ કરતા મહેશભાઇનું આ દૂર્ઘટનામાં મોત થયું છે. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, અહીં ફાયરના બોટલો રિપેરિંગમાં આવતા હતા. તેમની અહીં 24 વર્ષથી દુકાન આવેલી છે.

Untitled 63 શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા, એક વ્યક્તિનું મોત નીપજયું

આ પણ વાંચો:સુરતમાં કોરોના કેર /  સુરતમાં 71 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ-કોલેજના વર્ગો કરાવાયા બંધ

આ દુર્ઘટના ઘટી તે વખતે દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. સર્કલ ફ્રેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું. જ્યારે બે યુવતીના જીવ બચી ગયા છે પરંતુ તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્તા  જોવા મળી રહ્યા છે .