નેશનલ એવોર્ડ સેરેમની/ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવી રજનીકાંતે ડ્રાઇવર મિત્રનો માન્યો આભાર, યાદ કર્યા જૂના દિવસો

રજનીકાંતે કહ્યું- ‘પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું. માનનીય કેન્દ્ર સરકારનો આભાર. હું આ એવોર્ડ મારા માર્ગદર્શક…

Top Stories Entertainment
રજનીકાંતે

67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંતને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેતાને આ પુરસ્કાર ફિલ્મ ઉદ્યોગમાં પાંચ દાયકા સુધીના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે રજનીકાંતની પત્ની લતા, પુત્રી અને જમાઈ ધનુષ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. રસપ્રદ વાત એ છે કે આ ઈવેન્ટમાં ધનુષને ફિલ્મ ‘અસુરન’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. તે જ સમયે, રજનીકાંતે તેમના વિજેતા ભાષણમાં ઘણા લોકોનો આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો :અનન્યા પાંડેને NCB નું સમન્સ, આજે ત્રીજી વખત અભિનેત્રીની થશે પૂછપરછ

એવોર્ડ લેતાં રજનીકાંતે કહ્યું- ‘પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું. માનનીય કેન્દ્ર સરકારનો આભાર. હું આ એવોર્ડ મારા માર્ગદર્શક, મારા ગુરુ કે બાલાચંદરને સમર્પિત કરું છું. આ ક્ષણે હું તેમને કૃતજ્તા સાથે યાદ કરું છું અને મારા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ જે મારા પિતા જેવા છે, જેમણે મને મહાન મૂલ્યો અને આધ્યાત્મિકતા સાથે ઉછેર્યો. મારા મિત્રો, બસ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરો, કર્ણાટકમાં મારા સાથીદારો- રાજ બહાદુર. હું બસ કંડક્ટર હતો, તેણે મારી અભિનય પ્રતિભાને ઓળખી અને મને સિનેમામાં જોડાવાનું પ્રોત્સાહન આપ્યું.

તેણે આગળ કહ્યું- ‘મારા તમામ નિર્માતાઓ, દિગ્દર્શકો, સહ-કલાકારો, ટેકનિશિયન, વિતરકો, પ્રદર્શકો અને મીડિયા, પ્રેસ અને મારા બધા ચાહકો. તમિલ લોકો – તેમના વિના હું કંઈ નથી. જય હિન્દ ‘.

આ પણ વાંચો :આશ્રમ-3ના શુંટિંગ પર બજરંગદળનો હુમલો, પ્રકાશ ઝા પર ફેંકી શાહી

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ વિજેતાઓને સન્માનિત કર્યા છે. કંગના રનૌત, રજનીકાંત, સુશાંત સિંહ રાજપૂત, મનોજ બાજપેયી, ધનુષ જેવા સ્ટાર્સને એવોર્ડ આપવામાં આવ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમમાં કંગના રનૌતને તેની ફિલ્મ્સ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી અને પંગા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતને 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનોજ બાજપેયી અને ધનુષને ક્રમશ હિંદી ફિલ્મ ભોંસલે અને તમિલ ફિલ્મ અસુરન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી થિયેટર રિલીઝ છિછોરેને શ્રેષ્ઠ હિંદી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :બંટી ઓર બબલી 2 નું ટ્રેલર રિલીઝ, અસલ અને ડુપ્લિકેટ વચ્ચે જંગ લોકોને ખૂબ હસાવશે

આ પણ વાંચો :વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમ શરૂ,આ કલાકારોને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

આ પણ વાંચો : 90 નાં દાયકાનો પ્રખ્યાત હોલિવૂડ ટીવી શો ‘Friends’ નાં અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરે દુનિયાને કહ્યુ અલવિદા