Not Set/ ઉત્તર પ્રદેશની આ હાઇપ્રોફાઈલ સીટ પર દેશની રહેશે નજર

દિલ્હી, લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ હવે દેશના કરોડો લોકોની નજર નરેન્દ્ર મોદીથી લઇને સોનિયા ગાંધી જેવા દિગગજ નેતાઓની હાઈપ્રોફાઈલ સીટ પર રહેશે. દેશમાં સૌથી વધુ હાઇપ્રોફાઈલ સીટ ઉત્તર પ્રદેશમાં છે.યુપીમાં પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડી શકે છે,તો સોનિયા ગાંધી રાઈબરેલી અને કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. વારાણસીમાં મતદાન છેલ્લા તબક્કામાં […]

Top Stories India
tq ઉત્તર પ્રદેશની આ હાઇપ્રોફાઈલ સીટ પર દેશની રહેશે નજર

દિલ્હી,

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ હવે દેશના કરોડો લોકોની નજર નરેન્દ્ર મોદીથી લઇને સોનિયા ગાંધી જેવા દિગગજ નેતાઓની હાઈપ્રોફાઈલ સીટ પર રહેશે.

દેશમાં સૌથી વધુ હાઇપ્રોફાઈલ સીટ ઉત્તર પ્રદેશમાં છે.યુપીમાં પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડી શકે છે,તો સોનિયા ગાંધી રાઈબરેલી અને કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે.

વારાણસીમાં મતદાન છેલ્લા તબક્કામાં 19મી મેના રોજ થશે.ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પણ ચૂંટણી હશે જેનું પ્રતિનિધત્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કરી રહ્યાં છે. મેનકા ગાંધીના દીકરા વરૂણ ગાંધીની સંસદીય સીટ સુલ્તાનપુરમાં વોટિંગ 12મી મેના રોજ થશે.

એવી જ રીતે વિદિશાથી 2014માં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચૂંટાઈ આવ્યા હતા.મેનપુરી સીટ પરથી 2014મા સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ ચૂંટાયા હતા.આ વખતે મુલાયમ લડે છે કે નહીં તેના પર સવાલ છે.

કન્નૌજની સીટ પરથી મુલાયમની વહુ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ 2014માં સાંસદ બની હતી.