કેપ્ટન માર્વેલ ભારતીય દર્શકોને પસંદ આવી છે. ખાસ કરીને હોલિવૂડ એકટ્રેસ બ્રી લાર્સનની શાનદાર એક્ટિંગ જોઈને વિશ્વભરના દર્શકો તેના દીવાના બની ગયા છે. બ્રી લાર્સને જે રીતે પોતાને સુપરવુમન તરીકે રજૂ કરી છે તે પ્રશંસનીય બાબત છે.
એવેન્જર્સમાં સામેલ થનારી નવી સુપરવુમનની પ્રથમ ફિલ્મ કેપ્ટન માર્વેલ ભારતમાં તાબડતોબ કલેક્શન કરી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે તેમજ બીજા દિવસે પણ ધમાકેદાર કલેક્શન મેળવીને લોકોને ચોંકાવી દીધા છે. કેપ્ટન માર્વેલે બીજા દિવસે 13.50 કરોડથી માંડીને આશરે 14 કરોડ સુધીની કમાણી કરી હતી અને બે દિધાવ વસમાં બોક્સ ઓફિસ પરથી 26.50 કરોડ રળી લીધા છે.
કેપ્ટન માર્વેલમાં નવા સુપરહીરોની એન્ટ્રીને લોકોએ વધાવી છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 12.75 કરોડ હતું.
માનવામાં આવી રહ્યું છે કે એવેન્જર્સમાં કેપ્ટન માર્વેલ સૌથી તાકાત ધરાવતી, સુપરવાપરવાળા હીરોમાંથી એક છે. મહિલા સુપરહિરોને એ રીતે પડદા પર દર્શાવવામાં આવી છે કે સિનેમાહોલમાં દર્શકો તાળી અને સિસોટી પાડ્યા વિના રહી નથી શકતા.