મોરબી,
મોરબીના કાલિક પ્લોટ ફાયરિંગના પ્રકરણમાં સંડોવાયેલ વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ બે આરોપીનું નામ યોગેન્દ્રસિંહ જાડેજા અને જશા આહીર હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ફાયરિંગ જૂની અદાવતને લઇને કરવામાં આવ્યું હતું. જેમાં એક નિર્દોષ બાળકનું મોત નિપજ્યું હતું.
જેથી મૃતક બાળકના પરિવારજનોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને ન્યાયની માંગ સાથે આરોપીને પકડવાની માંગ કરી હતી. જો કે પોલીસે આ કેસમાં અગાઉ 4 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં વધુ બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.