Election/ સુરત ભાજપમાં 2 ઉમેદવાર બદલાયા, થયો હતો નિયમનો ભંગ

સુરત ભાજપમાં 2 ઉમેદવાર બદલાયા, થયો હતો નિયમનો ભંગ

Top Stories Gujarat Surat
election expence 4 સુરત ભાજપમાં 2 ઉમેદવાર બદલાયા, થયો હતો નિયમનો ભંગ

ગુજરાત ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરત ગત રોજ 4 ફેબ્રુઆરી ના રોજ થઇ ચુકી છે. ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં કરવામાં આવેલા નિયમોને આધારે ટીકીટ ની વહેચણી કરવામાં આવી છે. અને જે અનુસાર ઘાસના જુના જોગીઓની ટીકીટ કાપી છે. અને ભાજપમાં ભરપુર અસંતોષ સપાટી પર આવી રહ્યો  છે. ત્યારે  ઉમેદવારી પત્રક ભરવામાં માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે સુરત  ખાતે ભાજપના બે ઉમેદવારોમાં નામની ફેરબદલ કરવામાં આવી છે. નિયમ ચૂકથી ટીકીટ ફાળવી હોવાનુ સામે  આવતા બે નામ  ઉમેદવારો બદલાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ભાજપમાં 2 ઉમેદવાર બદલાયા છે. જેમાં વોર્ડ ન. 6ના અનિતા દેસાઈ બદલાયા છે. તેમના સ્થાને સોનલ દેસાઈ ને ફાળવવામાં આવીછે.  જયારે બીજા ઉમેદવાર લક્ષ્મણ બેલડીયા બદલાયા છે. તેમના સ્થાને  નરેશ ધામેલીયાને ટિકિટ ફાળવવામાં આવી છે.
બન્ને ઉમેદવારની ઉંમર 60થી વધુ હોવાથી બદલાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે નોધનીય છે કે ગુજરાત ભાજપમાં ટીકીટ વિતરણ ને લઈને ફેલાયેલો સંતોષ સપાટી પર દેખાઈ રહ્યો છે. ઘણા જુના જોગીજે  વર્ષોથી  ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપથી ટીકીટ પર વર્ષોથી જીતતા આવ્યા છે. અને આ વર્ષે  ભાજપે તેમને ટીકીટ નહિ આપતા ભાજપથી નારાજ દેખાઈ રહ્યા છે.

જામનગરના પૂર્વ ડે. મેયર  કરશન કરમુર પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા નારાજ થઈ રાજીનામુ આપ્યું છે. કરશન કરમુર દ્વારા આ મામલે નારાજગી સાથે જામનગર જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અને કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભાની હાજરીમાં દલીલો કરી શહેર પ્રમુખને રાજીનામું સુપ્રત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

Vaccine / ભારતીય કોરોના રસીને વિશ્વના 22 દેશોનો ઓર્ડર, આટલાં લાખ ડોઝ અનુદાન સ્વરૂપે આપ્યાં

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે

જૂનાગઢ / નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

Political / હવે ભાજપની  ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…