Not Set/ ભારે તણાવ વચ્ચે સબરીમાલાના દ્રાર આજે ખુલશે, મહિલાઓ જ કરી રહી છે ભારે વિરોધ

ત્રાવણકોર સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે કેરાલાના સબરીમાલા મંદિરમાં આજથી દરેક ઉંમરની મહિલાઓ માટે દરવાજા ખુલી જશે. આજે સાંજે 5 વાગ્યે દરેક ઉંમરની મહિલો માટે સબરીમાલા મંદિર ખુલ્લુ મુકાશે.જો કે સુપ્રિમ કોર્ટના આદેશ છતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મહિલાઓ દ્રારા જ વિરોધ થઇ રહ્યો છે.બુધવારે સવારથી જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારોમાં તણાવ જોવા મળી રહ્યો છે. […]

Top Stories India
sabrimala 1 ભારે તણાવ વચ્ચે સબરીમાલાના દ્રાર આજે ખુલશે, મહિલાઓ જ કરી રહી છે ભારે વિરોધ

ત્રાવણકોર

સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે કેરાલાના સબરીમાલા મંદિરમાં આજથી દરેક ઉંમરની મહિલાઓ માટે દરવાજા ખુલી જશે. આજે સાંજે 5 વાગ્યે દરેક ઉંમરની મહિલો માટે સબરીમાલા મંદિર ખુલ્લુ મુકાશે.જો કે સુપ્રિમ કોર્ટના આદેશ છતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મહિલાઓ દ્રારા જ વિરોધ થઇ રહ્યો છે.બુધવારે સવારથી જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

સબરીમાલા મંદિરના કપાટ બુધવારે 5 દિવસની માસિક પુજા માટે ખુલશે. આ તકે મહિલા સંગઠનોએ મંદિરમાં પ્રવેશની યોજના છે.

સબરીમાલામાં સ્વામી અયપ્પાના દર્શન માટે મહિલા શ્રધ્ધાળુઓ એકઠી થઇ રહી છે તો બીજી તરફ અનેક મહિલા વિરોધ પણ કરી રહી છે.ઉગ્ર વાતાવરણ વચ્ચે ગઇકાલે ત્રાવણકોર દેવસ્થાન બોર્ડની મીટીંગ મળી હતી પરંતું કોઇ નિવેડો આવ્યો નહોતો.

સબરીમાલા મંદિરની આસપાસ એકઠી થયેલી મહિલાઓ બસ,કાર કે બીજા વાહનોમાં આવી રહેલી મહિલાઓને રોકી રહી છે અને તેમને પાછા જવા કહી રહી છે.કેરાલા પોલિસે દેખાવો કરતી 7 મહિલાઓની અટકાયત કરી છે.પોલિસે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો જાહેર કરતાં કહ્યું છે કે જે વ્યક્તિઓ મહિલાઓને પ્રવેશ કરતાં અટકાવશે તેની સામે સખત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે પોલિસના આદેશ છતાં નલ્લિકેલ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગિની સંસ્થાઓ દ્રારા દેખાવો કરવામાં આવી રહ્યાં છે.નલ્લિકેલ અને પમ્પામાં 1000 જેટલા પોલિસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં તિરૂવનંતપુરમમાં થઇ રહેલા પ્રદર્શનમાં એક મહિલાએ પોતાને ઝાડ સાથે લટકાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જો કે ત્યાં હાજર લોકોએ પોલીસની મદદથી મહિલાને સુરક્ષિત બચાવી લીધી છે.

કેરાલાના ચીફ મિનિસ્ટર પી.વિજયને કહ્યું છે કે, તેમની સરકાર સુપ્રિમ કોર્ટના ઓર્ડર સામે રીવ્યુ પીટીશન દાખલ નહીં કરે અને સબરીમાલા મંદિરમાં દરેક મહિલાઓ જઇ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરશે.