Not Set/ સુરેન્દ્રનગર : 3 વિદ્યાર્થીઓએ સૌથી વધુ આયર્નની ગોળી ખાવાની લગાવી શરત, એકનું મોત

સુરેન્દ્રનગર, બાળકો નાની નાની બાબતે શરત રાખતા હોય છે અને તેને જીતવા માટે કઈ પણ કરી જતાં હોય છે ક્યારે ક તો શરતને જીતવાની લાલચમાં બાળકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામમાં આવેલી એક સરકારી શાળામાં અભ્યાસ કરી રહેલા 3 વિદ્યાર્થીઓએ શાળામાં આવતી આયર્નની ગોળી ખાવાની શરત […]

Gujarat Others
aaampo 16 સુરેન્દ્રનગર : 3 વિદ્યાર્થીઓએ સૌથી વધુ આયર્નની ગોળી ખાવાની લગાવી શરત, એકનું મોત

સુરેન્દ્રનગર,

બાળકો નાની નાની બાબતે શરત રાખતા હોય છે અને તેને જીતવા માટે કઈ પણ કરી જતાં હોય છે ક્યારે ક તો શરતને જીતવાની લાલચમાં બાળકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામમાં આવેલી એક સરકારી શાળામાં અભ્યાસ કરી રહેલા 3 વિદ્યાર્થીઓએ શાળામાં આવતી આયર્નની ગોળી ખાવાની શરત લગાવી હતી.આ શરતે એક વિદ્યાર્થીનો જીવ લીધો છે જ્યારે બે વિદ્યાર્થીઓને અસર થઈ છે.

લખતર તાલુકાના દેવળીયા ગામની શાળામાં ગંભીરતા સમજયા વગર મસ્તીએ ચડેલા ત્રણ વિદ્યાર્થીઓએ શાળામાં પડેલી આર્યનની દવાઓ ખાવાની શરત લગાવી હતી. જેમાં વધુ ટીકડીઓ ખાઇ જવાને કારણ ત્રણ વિદ્યાર્થીઓની હાલત લથડી હતી. જેમાં ધો.8 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મોત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

લખતર તાલુકાના દેવળીયા ગામમાં આવેલી સરકારી શાળામાં ધો.8માં જીજ્ઞેશ રણછોડભાઇ સાપરા, હાર્દિક મહેરીયા સહિતના ત્રણ વિદ્યાર્થીઓ બુધવાર શાળાએ ગયા હતા. નીપી પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવેલ આઇ.એફ.એ ટેબ્લેટનો સ્ટોક ફાળવાયો હતો. જેને ટેબલમાં રખાયો હતો.

દવાઓ જોઇને વિદ્યાર્થીઓએ કોણ વધુ દવા પી જાય છે તેની શરત લગાવી હતી. વધુ પડતી આર્યનની દવાઓ પી જતા ત્રણેયની તબીયત લથડી હતી. જ્યારે એકનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.