Not Set/ મનરેગા યોજનામાં થયુ કૌભાંડ, કડુલી મહુડીના સરપંચે કૌભાંડ આચર્યાનો આક્ષેપ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી  તાલુકાના કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયતે મનરેગા યોજના હેઠળ  સાત વર્ષ અગાઉ  સરકાર દ્વારા મંજુર  કરવામાં આવેલ રાજીવ ગાંધી ભવન  ગ્રામ પંચાયતે ભવનનું પાયાનું કામ કરી બાકીનું અધુરું મૂકી દીધુ હતું. ભ્રષ્ટાચારને છુપાવવા માટે રાતોરાત ભવન બનાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી કામ કેમ અટકાવી રાખવામાં આવ્યુ હતું. ગામ […]

Top Stories Gujarat Others Videos
mantavya 363 મનરેગા યોજનામાં થયુ કૌભાંડ, કડુલી મહુડીના સરપંચે કૌભાંડ આચર્યાનો આક્ષેપ

છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી  તાલુકાના કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયતે મનરેગા યોજના હેઠળ  સાત વર્ષ અગાઉ  સરકાર દ્વારા મંજુર  કરવામાં આવેલ રાજીવ ગાંધી ભવન  ગ્રામ પંચાયતે ભવનનું પાયાનું કામ કરી બાકીનું અધુરું મૂકી દીધુ હતું. ભ્રષ્ટાચારને છુપાવવા માટે રાતોરાત ભવન બનાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી કામ કેમ અટકાવી રાખવામાં આવ્યુ હતું.

ગામ લોકોનો આક્ષેપ છે કે મનરેગા યોજના અંતર્ગત જે  ભવન બનાવવામાં આવ્યો છે તેમાં સરકારી નાણાંની ઉચાપત થઇ છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે જે બાંધકામ ચાલે છે તેમા ગુણવતા જળવાઈ છે કે નથી તે પણ ચકાસવાની જરૂર છે. બાંધકામ ચાલુ હોય ત્યારે મનરેગા વિભાગના કર્મચારીની સ્થળ પર હાજરી જરૂરી છે. સરે આમ ભ્રસ્ટાચાર થઈ રહ્યો છે.

દસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે મંજુર થયેલ આ કામમાં મટેરીયલ બિલના 4,55,470 રૂપિયા ઉપાડી લેવામા આવ્યા અને 12 મજૂરો દ્વારા છ  દિવસ કામ કરવામાં આવ્યું તેના 7200 રૂપિયા ચુકવવામાં આવ્યા, અત્યાર સુધી કુલ ખર્ચ  4,62,670 થયેલ છે તે ઓનલાઇન રેકોર્ડમાં બતાવે છે. મીડિયા કર્મચારી ઉપર હુમલો કરનાર સરપંચને હવે ભાન આવી જતા તે કામે લાગી ગયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ લોકોને રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા યોજના  શરુ કરવામાં આવી હતી તેમાં કડુલી  મહુડી ગામે જે રાજીવ ગાંધી ગ્રામ સચિવાલય  (રાજીવ ગાંધી ભવન ) બનાવવામાં આવી રહ્યું હતું. મટેરીયલ બિલ માટે ચુકવામાં આવેલ આટલા નાણામાં કેટલું કામ થવું જોઈએ, કેટલું લેબર વર્ક હોવું જોઈએ અને કેમ બાંદકામનું કામ આટલા વર્ષ અટકાવી રાખવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આ ગ્રામ પંચાયતના સરપંચન સ્થાનિક વિસ્તારમાં કૌભાંડી સરપંચની છાપ ધરાવે છે. એવું સ્થાનિકોનું કહેવું છે.