Not Set/ રાહુલ ગાંધીએ સાધ્યું ભાજપ સરકાર પર નિશાન, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજકીય પાર્ટીઓ વચ્ચે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે મિશન ગુજરાત પર ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ જંબુસર ખાતે યોજાયેલી જાહેરસભામાં પીએમ મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું, હું દેશના દરેક રાજ્યની મુલાકાત લઇ રહ્યો છુ, પરંતુ ગુજરાતમાં પહેલી […]

Top Stories
rahul gandhi jambusar રાહુલ ગાંધીએ સાધ્યું ભાજપ સરકાર પર નિશાન, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજકીય પાર્ટીઓ વચ્ચે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે મિશન ગુજરાત પર ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ જંબુસર ખાતે યોજાયેલી જાહેરસભામાં પીએમ મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.

પીએમ મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું,

  • હું દેશના દરેક રાજ્યની મુલાકાત લઇ રહ્યો છુ, પરંતુ ગુજરાતમાં પહેલી જ વખત એવું લાગે છે કે સમાજનો કોઈ ભાગ ખુશ નથી. સમગ્ર સમાજમાં ઉદાસી અને મુશ્કેલી છે. ગુજરાતમાં માત્ર ૫-૬  ઉદ્યોગપતિઓ જ ખુશ છે, જેમને મોદી સરકારથી કોઈ સમસ્યા નથી.
  •  

    ગુજરાતમાં ગરીબોને પાણી મળતું નથી, પરંતુ મોટા વેપારીઓને પાણી આપવામાં આવે છે.  ગુજરાતમાં ખેડૂત રડી રહતા છે અને દેવું માફ કરવા માંગે છે. મોદીજીએ ટાટા નેનો માટે 33000 કરોડની લોન આપી, પણ ખેડૂતોના દેવાને માફ કર્યું નથી.

  • આજે  રોડ પર નેનો જોવા મળતી નથી, આ જ ગુજરાત મોડેલ છે. ગરીબો પાસેથી પાણી અને જમીનો લઇ નેનોને આપી પણ પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. ગરીબો પાસેથી નાણાં લઈને અમીરોને આપવા એ ગુજરાત મોડેલ છે. જો કોઇ એક યુવાન ગુજરાતમાં શિક્ષણ માંગે છે તો તેને૧૦-૧૫ લાખ રૂપિયા ખર્ચવા પડે છે.
  • મોદીજીએ મેક ઇન ઇન્ડિયા વિશે વાત કરે છે પરંતુ ગુજરાતનાં યુવાનોને રોજગાર મળતી નથી. ગુડ્સ ચીનમાં બબનાવવામાં આવે છે, પરંતુ તેનું ગુજરાતમાં વેચાણ થાય છે. આમાંથી૫-૬ લોકો લાભ લઈ રહ્યા છે, પરંતુ નાના વેપારીઓને ગુજરાતમાં રોજગારી મળતી નથી.
  • મોદીજીએ હસતા હસતા ૮ નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી દીધી. આનાથી નાના વેપારીઓને નોંધપાત્ર નુકસાન થયું છે. બધા પૈસા રોકડમાં નથી કે સમગ્ર રોકડ કાળા નાણાં નથી. મોદી સરકાર 3 વર્ષથી છે પરંતુ કેટલા સ્વિસ બેન્ક એકાઉન્ટ ધારકો જેલમાં છે, વિજય માલ્યા લંડનમાં બેસી મજા લઇ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ લોકો ૮ નવેમ્બરના રોજ ઉજવણી કરશે,
  • વડા પ્રધાને સીધા ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે અને જીડીપીના ૨  ટકા ઘટ્યો છે. અમે કાળજીપૂર્વક જીએસટીના અમલીકરણ અંગે કહ્યું હતું, ૧૮  ટકાથી વધુ ટેક્સ પર ટેક્સ નહીં હોવો જોઈએ. અમે સલાહ આપી કે જીએસટીને અનુકૂળ સમયથી અમલ કરવો જોઈએ.
  • ‘ઇઝ ઓફ ધ ડૂટીંગ બિઝનેસ’ રેન્કિંગ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અરુણ જેટલી બહારના લોકોની વાત સાંભળે છે, પરંતુ તેઓ એક નાના ઉદ્યોગપતિની વાત સાંભળતા નથી.  આ ગુજરાતની ચૂંટણીઓમાં એક મહત્વનો વળાંક બનશે.