Not Set/ કાલે ગણેશચતુર્થી: જાણો ગણપતિની સ્થાપનાનાં શુભ મુહૂર્ત

અમદાવાદ:   ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) 13 સપ્ટેમ્બરને ગુરૂવારનાં રોજ વિઘ્નહર્તા ગણેશજીનાં 11 દિવસનાં વ્રત (ગણેશ ઉત્સવ)નો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી (ગણેશ ઉત્સવ)ના પર્વ દરમિયાન કોઇ તિથિનો વધારો કે કોઈ તિથિનો ક્ષય થતો નથી. જેના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન પૂરા 11 દિવસ સુધી વિનાયકની પૂજા કરવામાં આવશે. તા. 13 […]

Top Stories
Ganesh Chaturthi tomorrow: Know the goodness of Ganapati establishment

અમદાવાદ:   ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) 13 સપ્ટેમ્બરને ગુરૂવારનાં રોજ વિઘ્નહર્તા ગણેશજીનાં 11 દિવસનાં વ્રત (ગણેશ ઉત્સવ)નો પ્રારંભ થઇ રહ્યો છે.

Ganesh Chaturthi tomorrow: Know the goodness of Ganapati establishment
mantavyanews.com

આ વર્ષે ગણેશ ચતુર્થી (ગણેશ ઉત્સવ)ના પર્વ દરમિયાન કોઇ તિથિનો વધારો કે કોઈ તિથિનો ક્ષય થતો નથી. જેના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન પૂરા 11 દિવસ સુધી વિનાયકની પૂજા કરવામાં આવશે.

તા. 13 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ વર્ષે ગુરુવારે બપોરે 12.18થી 1.07 વાગ્યા સુધી અભિજિત મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે ગણેશજીનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હોવાથી આ મુહૂર્તમાં ઘેર ઘેર અને સાર્વજનિક ગણેશ પંડાલમાં ગણેશ સ્થાપના કરવી ઉત્તમ માનવામાં આવે છે.

 

ગણેશ સ્થાપના માટે એકી સંખ્યાનાં દિવસો ઉત્તમ

Ganesh Chaturthi tomorrow: Know the goodness of Ganapati establishment
mantavyanews.com

ગણેશજીની સ્થાપના કેટલા દિવસ સુધી કરવી તે બાબત તેના ભક્તોની આસ્થા અને અનુકૂળતા પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય રીતે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસ માટે ભક્તો વિઘ્નહર્તાને પોતાના ઘરમાં બેસાડે છે. ગણેશજીની સ્થાપના માટે એકી સંખ્યાનાં દિવસોને ઉત્તમ માનવામાં આવે છે.

 

ગુરુવારે ગણેશ સ્થાપના માટેનાં શુભ મુહૂર્ત

Ganesh Chaturthi tomorrow: Know the goodness of Ganapati establishment
Ganesh Chaturthi

ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરે કે સાર્વજનિક પંડાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ વખતે તા. ૧૩મીને ગુરુવારે એટલે કે, આવતીકાલે ગણેશજીની સ્થાપના કરવા માટેના શુભ મુહૂર્ત કયારે છે તેની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

શુભ- સવારે 6.34થી 8.06 વાગ્યા સુધી

ચલ- સવારે 11.11થી 12.43 વાગ્યા સુધી

લાભ- બપોરે 12.43થી 2.15 વાગ્યા સુધી

અમૃત- બપોરે 2.15થી 3.47 વાગ્યા સુધી

અભિજિત મુહૂર્ત- 12.18થી 1.07 વાગ્યા સુધી

 

માટીનાં ગણેશની મૂર્તિની પૂજા વધુ ફળદાયી

Ganesh Chaturthi tomorrow: Know the goodness of Ganapati establishment
mantavyanews.com

કુદરતનાં સંરક્ષણ માટે તેમજ આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, ગણદેવ ગણપતિની પૂજા માટે કે કોઇપણ દેવની પૂજા માટે માટીની મૂર્તિ જ બનાવવી જોઇએ. તે માતાજી હોય, શિવલિંગ હોય કે પછી ગજાનંન ગણેશજી કેમ ન હોય. માટીની મૂર્તિની પૂજા કરવામાં આવે તો તે વધુ ફળદાયી નિવડે છે.