Economy/ 2000ની નોટઃ ભૂલ જાઓ અબ ઉન્હે

છેલ્લા કેટલાક સમય થી માર્કેટમાં 2000 રૂપિયાની નોટ પણ આ જ કમ નજર આવી રહી છે. નોટબંધી પછી રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ જારી કરી હતી. બે હજારની નોટ, એક સમયે જેની બોલબાલા હતી તે નોટ આજે દેખાતી પણ નથી. તમારા પોતાના હાથમાં પણ છેલ્લે ક્યારે આ નોટ આવી હતી તેની તમને ખબર છે.

Top Stories India
2000ની નોટઃ ભૂલ જાઓ અબ ઉન્હે 2000ની નોટઃ ભૂલ જાઓ અબ ઉન્હે
  • રિઝર્વ બેન્કે છેલ્લા ત્રણ વર્ષથી 2000ની નોટ છાપી જ નથી
  • એક સમયે ચલણી નોટોમાં 2000ની નોટનો હિસ્સો 50 ટકા હતો જે આજે 13 ટકા છે
  • 2016માં નોટબંધી વખતે 2000ની નોટ છાપવામાં આવી હતી

છેલ્લા કેટલાક સમય થી માર્કેટમાં 2000 રૂપિયાની નોટ (Currency note) પણ ભાગ્યે જ નજરે આવી રહી છે. નોટબંધી (Demonitaisation)પછી રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ જારી કરી હતી. બે હજારની નોટ, એક સમયે જેની બોલબાલા હતી તે નોટ આજે  દેખાતી પણ નથી. તમારા પોતાના હાથમાં પણ છેલ્લે ક્યારે આ નોટ આવી હતી તેની તમને ખબર છે. કદાચ યાદ પણ નહી હોય.

તમે છેલ્લે ક્યારે 2000ની નોટના છૂટ્ટા કરાયા હતા તે પણ તમને યાદ નહી હોય. રિઝર્વ બેંકના (RBI) વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટ ઓછી હોવાનું કારણ અપાયું છે. આ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માં 2000માં એક પણ નોટ છાપવામાં આવી નથી. આ કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું સરક્યુલેશન ઓછું થયું છે.

નવેમ્બર 2016માં નોટબંધી પછી 2000 રૂપિયાની નોટ રિઝર્વ બેંકે ચાલુ કરી. 8 નવેમ્બર 2016 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાન પછી 500 અને 1000 રૂપિયા બધા નોટ ચલણમાંથી બહાર નીકળી ગઈ. તેના બદલે રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટ ચાલુ કરી. 2000 રૂપિયાની નોટ નોટની વેલ્યૂની ભરપાઈ સરળતાથી કરી.

શું બંધ થઈ ગઈ 2000ની નોટ?

31 માર્ચ, 2017ના સરક્યુલેશનવાળા નોટની કુલ વેલ્યુમાં 2000 રૂપિયાની નોટનો 50.2 ટકા હિસ્સો હતો. અહીં 31 માર્ચ 2022ના સર્ક્યુલેશનવાળા કુલ નોટની વેલ્યુમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો 13 ટકા જ હતો. આમ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી, પરંતુ તેને છાપવાનું હાલમાં બંધ કર્યુ છે.

વર્ષ 2017-18માં દેશમાં 2000ની સૌથી વધુ વ્યાપ્ત ધરાવતી ચલણી નોટ હતી. આ બજાર દરમિયાન 2000 થી 33,630 લાખ નોટ ચલણમાં હતી. તેનું કુલ મૂલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા. 2021માં અનુરાગ ઠાકુર ને લોકસભામાં આ માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી. વાસ્તવમાં સરકાર RBI સાથે વાતચીત કર્યા પછી નોટોની છાપણી અંગે નિર્ણય કરે છે. એપ્રિલ 2019 પછી રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની એકપણ નોટ છાપી નથી.

2000 રૂપિયાની નોટો છપાઈ નથી રહી જેના કારણે લોકોના હાથોમાં હવે ઓછી નજર આવી રહી છે. આ કારણ છે કે એટીએમથી પણ ઓછી છે. રિઝર્વ બેંક ક્યારે તેની છપાઈ શરૂ કરશે, શરૂ કરશે કે નહી કે નોટ બંધ કરી છે તેના અંગે કોઈ માહિતી અપાઈ નથી.

આ પણ વાંચો

Gujarat Election 2022/ વિરમગામમાં હાર્દિક પટેલને મળેલી ટિકિટઃ રાજકીય પાણી માપવાની કવાયત

Gujarat Election 2022/ હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે