Not Set/ વડોદરા: ગણેશોત્સવને લઇને ઓરોગ્ય વિભાગની કાર્યવાહી

વડોદરા, વડોદરામાં ગણેશોત્સવને લઇને આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મીઠાઇના વિક્રેતાઓની દુકાનમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરનાં સયાજીગંજ, અલકાપુરી, ઓ.પી.રોડ, અકોટા, ખંડેરાવ માર્કેટ સહિતનાં વિસ્તારોમાં આવેલી જાણીતી મીઠાઇની દુકાનોમાં કાર્યવાહી કરી આરોગ્ય વિભાગની ટીમે વિવિધ મીઠાઇઓનાં નમુના મેળવ્યાં હતાં. મીઠાઇના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. સાત જેટલી દુકાનોમાંથી મોદકના […]

Vadodara Trending
mantavya 104 વડોદરા: ગણેશોત્સવને લઇને ઓરોગ્ય વિભાગની કાર્યવાહી

વડોદરા,

વડોદરામાં ગણેશોત્સવને લઇને આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મીઠાઇના વિક્રેતાઓની દુકાનમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરનાં સયાજીગંજ, અલકાપુરી, ઓ.પી.રોડ, અકોટા, ખંડેરાવ માર્કેટ સહિતનાં વિસ્તારોમાં આવેલી જાણીતી મીઠાઇની દુકાનોમાં કાર્યવાહી કરી આરોગ્ય વિભાગની ટીમે વિવિધ મીઠાઇઓનાં નમુના મેળવ્યાં હતાં.

મીઠાઇના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. સાત જેટલી દુકાનોમાંથી મોદકના સેમ્પલ  લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

mantavya 105 વડોદરા: ગણેશોત્સવને લઇને ઓરોગ્ય વિભાગની કાર્યવાહી

આવતીકાલથી ગણેશોત્સવ પર્વની શરૂઆત થઇ રહી છે ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમોએ આજે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ મીઠાઇની દુકાનોમાં દરોડા પાડયા હતાં.

mantavya 106 વડોદરા: ગણેશોત્સવને લઇને ઓરોગ્ય વિભાગની કાર્યવાહી

શહેરનાં સયાજીગંજ, અલકાપુરી, ઓ.પી.રોડ, અકોટા, ખંડેરાવ માર્કેટ સહિતનાં વિસ્તારોમાં આવેલ જાણીતી મીઠાઇની દુકાનોમાં કાર્યવાહી કરી આરોગ્ય વિભાગની ટીમે વિવિધ મીઠાઇઓનાં નમુના મેળવ્યાં હતાં. ગણેશોત્સવની શરૂઆત થઇ રહી છે અને શ્રીજીને લાડુ મોદક પ્રિય હોય તેને ધ્યાને લઇ આરોગ્ય વિભાગની ટીમોએ દુકાનમાં વેચાતા મોદક તેમજ લાડુનાં સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યાં હતાં.

mantavya 107 વડોદરા: ગણેશોત્સવને લઇને ઓરોગ્ય વિભાગની કાર્યવાહી

આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 6 ટીમો બનાવી બે દિવસથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસની કાર્યવાહી દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇનાં 10 જેટલાં નમુના લેવામાં આવ્યાં છે.