Not Set/ અમારી સરકાર જનપથથી નહીં પણ જનમતથી ચાલે છે : કટકમાં PM મોદી

કટક, ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ શનિવાર ૨૬ મેના રોજ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ, અધ્યક્ષ અમિત શાહ તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓરિસ્સાના કટક પહોચ્યા અને પોતે પણ સરકારની યોજનાઓ અંગે લોકોને જણાવી રહ્યા છે. […]

Top Stories Trending
pm modi 1 અમારી સરકાર જનપથથી નહીં પણ જનમતથી ચાલે છે : કટકમાં PM મોદી

કટક,

ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ શનિવાર ૨૬ મેના રોજ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ, અધ્યક્ષ અમિત શાહ તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓરિસ્સાના કટક પહોચ્યા અને પોતે પણ સરકારની યોજનાઓ અંગે લોકોને જણાવી રહ્યા છે.

કટકમાં આયોજિત કરવામાં આવેલી એક જાહેરસભાને સંબોધતા તેઓ સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે તો સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ પર પણ હુમલો બોલી રહ્યા છે.

જાહેરસભાને સંબોધતા પીએમ મોદીને જણાવ્યું,

અમારી સરકાર કન્ફયુઝનથી નહીં પણ કમિટમેન્ટથી ચાલે છે.

અમારી સરકાર કોઈ પણ જનપથથી નહીં પણ જનમતથી ચાલી રહી છે.

જયારે કમિટમેન્ટથી સરકાર ચાલે છે ત્યારે દેશના સર્જિકલ સ્ટ્રાઈક થાય છે.

અમારી સરકારના કારણે પાસપોર્ટ અને રિટર્ન મળવાનો સમય ઓછો થયો છે.

ઓરિસ્સામાં પાંચ નદીઓ વહે છે પરંતુ રાજ્ય સરકાર તેનો ઉપયોગના યોગ્ય પ્રયાસો કરી શકી નથી.

ઓરિસ્સા સહિત પૂર્વ ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

હાલના દિવસોમાં ટ્રેન કરતા વધુ લોકો હવાઈ જહાજમાં યાત્રા કરી રહ્યા છે. મારું સપનું હતું કે ચપ્પલ પહેરવાવાળા પણ પ્લેનમાં મુસાફરી કરે.

પાંચ હજાર કરોડ રૂપિયાના ગોટાળામાં આરોપમાં જમાનત પર ચાલી રહેલા લોકો અને જુદા જુદા ગોટાળામાં શામેલ લોકો આજે એકજૂથ થઇ રહ્યા છે. આ દેશને બચાવવા નહીં પણ પોત પોતાના પરિવારોને બચાવવા માટે એકઠા થઇ રહ્યા છે.

આ લોકો પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે જ આજે એકજૂથ થઇ રહ્યા છે. પરંતુ આપણે યાદ રાખવું જરૂરી છે કે,એક પરિવારે ૪૮ વર્ષ સુધી દેશ પર રાજ કર્યું છે, તેઓએ દેશ અંગે કેટલું વિચાર્યું છે.

વિદેશોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત ઘર લાવવાનું હિમ્મતભર્યું કામ અમારી સરકારે કર્યું છે.

ગ્રુપ Cની નોકરીઓમાં ઈન્ટરવ્યુ ખતમ કરીને દેશના ગરીબ યુવાઓ માટે અવસર ખુલ્યા છે.

હમારી સરકારે સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરુ કર્યા છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૨૦ કરોડથી પણ વધુ LED બલ્બનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે, જેનાથી ૧૬ હજાર કરોડ રૂપિયાની બચત થઇ રહી છે.

જનધન, આધાર અને મોબાઈલ ફોન દ્વારા ૮૦ હજાર કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે.

સરકારી પ્રક્રિયાઓને જટિલ બનાવવાળા ૧૪૦૦ કાયદાઓને ખતમ કરવામાં આવ્યા છે.

અમે ગરીબોને સશક્ત કરવાનું કામ પાછળના ચાર વર્ષમાં કર્યું છે.

દેશમાં ૧ કરોડ લોકોને અટલ પેન્શન યોજના સાથે જોડવામાં આવ્યા છે.

જનધન યોજના હેઠળ સવા કરોડ બેંક ખાતાઓ ખોલ્યા છે.

હવે જનધન યોજનાના કારણે દેશના અંદાજે તમામ પરિવારોમાં એક બેંક ખાતું છે.

ઉજ્જ્વાલા યોજના હેઠળ ૪ કરોડ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવી ચુક્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં ૧૦ કરોડ નવા LPG કનેક્શન આપવામાં આવ્યા છે.

આઝાદીથી લઇ ૨૦૧૪ સુધી દેશમાં અંદાજે માત્ર ૬ કરોડ શૌચાલયો બન્યા હતા.

દેશની ૪૦ ટકા જનતા સ્વચ્છતાના ડાયરામાં હતી, પરંતુ હવે આ ટકાવારી ૮૦ ટકા સીધી પહોચી છે.

પહેલાની સરકારો દ્વારા ઉત્તર-પૂર્વ ભારતના ભાગ પર ધ્યાન આપવામાં આવ્યું  ન હતું, જેથી આ હિસ્સો પછાત રહી ગયો છે.

આ સ્થિતિમાં તમામ રાજકીય દળોએ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે દેશના તમામ ઘરોમાં શૌચાલયો હોય અને તમામ પાસે પોતાનું ઘર હોય.

બીજી સરકારો સબકા સાથ સબકા વિકાસ માટે કામ કરતી ન હતી, પરંતુ અમારી સરકાર આ નારા સાથે કામ કરી રહી છે.

શા માટે આ જાહેરસભા માટે કટક જ પસંદ કરાયું ? 

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ કટકમાં આયોજિત કરવામાં આવેલી જાહેરસભાનું પણ એક અલગ મહત્વ છે. આ સ્થળની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે, ભાજપ ૨૦૧૯ની ચૂંટણીમાં ઓરિસ્સામાં પોતાનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાની ૨૧ લોકસભા સીટમાંથી ૨૦ બેઠકો સ્થાનિક પાર્ટી બીજેડી પાસે છે જયારે એક સીટ ભાજપ પાસે છે.