Pune accident/ પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે બુધવારે પુણે પોર્શ અકસ્માતમાં 17 વર્ષીય સગીર આરોપીના જામીન રદ કર્યા. હવે તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 05 23T092610.833 પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય

પુણે પોર્શ કેસ: પુણેના પોર્શ કેસમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે બુધવારે પુણે પોર્શ અકસ્માતમાં 17 વર્ષીય સગીર આરોપીના જામીન રદ કર્યા. હવે તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપીઓને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આરોપીને પુખ્ત વયના ગણવા કે નહીં તે અંગે કોર્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે 5 જૂન સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

પુણે પોર્શ કેસમાં અગાઉ, પોલીસે સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરી હતી, જેમને કોર્ટે 24 મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર સગીર આરોપીના જામીન રદ કરી તેને બાળગૃહમાં મોકલવામાં આવ્યો છે. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે, સગીર આરોપી પર પુખ્ત વયની જેમ જ કેસ ચલાવવો જોઈએ. આ માટે પોલીસે ઉચ્ચ અદાલત પાસે પરવાનગી માંગી છે. જણાવી દઈએ કે 19 મેના રોજ પોર્શ કાર સાથે અથડામણમાં બાઇક સવાર યુવક અને યુવતીના મોત થયા હતા. જેના બાદ આ મામલે મોટો ઉહાપોહ મચતા સગીર આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ હતી.

 

Pune Porsche Accident: नाबालिग आरोपी की जमानत रद्द, जुवेनाइल जस्टिस बोर्ड ने 5 जून तक सुधार गृह में भेजा - Prabhat Khabar

સગીરના પિતા પર ફેંકાઈ શાહી

પુણે અકસ્માતના કારણે લોકોમાં ભારે ગુસ્સો છે. સગીરના પિતા વિશાલની આજે કોર્ટમાં હાજરી હતી. બપોરે પોલીસ વિશાલને સેશન્સ કોર્ટમાં લઈ જવા નીકળી ત્યારે રસ્તામાં એક સંસ્થા સાથે જોડાયેલા લોકોએ વિશાલ પર શાહી ફેંકી હતી. કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને પોલીસ વાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થળ પર ચાર્જ સંભાળી ભીડને વિખેરી નાખી હતી. જે બાદ પોલીસ વાન આગળ વધી હતી. આ ઘટનાએ મહારાષ્ટ્ર ઉપરાંત દેશમાં પણ હોબાળો મચાવ્યો છે અને લોકોમાં સગીર આરોપીને પુખ્ત ગણીને કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરાઈ રહી છે.

સગીરની ધનાઢ્યગીરી

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અકસ્માત પહેલા, આરોપી સગીર છોકરાએ બેમાંથી એક પબમાં 90 મિનિટમાં 48 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે કોસીમાં 48 હજાર રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું હતું. આ પહેલો પબ હતો જ્યાં આરોપી અને તેના મિત્રો શનિવારે સાંજે 10.40 કલાકે પહોંચ્યા હતા. જ્યારે તેને આ પબમાં સર્વિસ મળવાનું બંધ થઈ ગયું, ત્યારે તે 12.10 વાગ્યે બીજા પબ બ્લેક મેરિયટ પર પહોંચ્યો. પોલીસે કહ્યું કે અમને 48 હજાર રૂપિયાનું પબ બિલ મળ્યું છે, જે સગીર વયના ડ્રાઈવરે ચૂકવ્યું હતું. આ બિલમાં આરોપી અને તેના મિત્રોને પીરસવામાં આવતા દારૂની કિંમતનો પણ સમાવેશ થાય છે.

पुणे पोर्श कांड : कोर्ट ने रद्द की नाबालिग आरोपी की जमानत, 5 जून तक के लिए भेजा गया बाल सुधार गृह

શું છે સમગ્ર મામલો?

પુણેમાં, દારૂના નશામાં 17 વર્ષના છોકરાએ ત્રણ દિવસ પહેલા તેની પોર્શ કાર વડે બાઇક સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંને (છોકરો અને છોકરી)ના મોત થયા હતા. મૃતકોની ઓળખ અનીશ અવધિયા (24 વર્ષ) અને અશ્વિની કોષ્ટા (24 વર્ષ) તરીકે થઈ છે. બંને મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. આ કેસમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આરોપી સગીરને કેટલીક શરતો સાથે મુક્ત કર્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બારના બે મેનેજર, બારના માલિક, હોટેલ કર્મચારી અને આરોપી વિશાલ અગ્રવાલના પિતાના નામ સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવા રાષ્ટ્રપતિના શપથ પહેલા તાઈવાનની સંસદમાં થઇ મુક્કાબાજી,જુઓ વીડિયો

 આ પણ વાંચો:માલદીવનું વલણ નબળું પડ્યું, રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતની તરફેણમાં આપ્યો મોટો નિર્ણય

 આ પણ વાંચો:દરરોજ 2 વાગ્યે વરસાદ પડે છે, ક્યાં આવ્યું શહેર?