Heat/ ગુજરાતમાં ગરમી જીવલેણ બની, આગામી 5 દિવસ હીટવેવની આગાહી

ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી………

Top Stories Ahmedabad Gujarat Surat Breaking News
Image 2024 05 23T092251.041 ગુજરાતમાં ગરમી જીવલેણ બની, આગામી 5 દિવસ હીટવેવની આગાહી

Gujarat News: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનુક્રમે આગામી 5 અને 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 24 મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. અમદાવાદમાં 2016માં ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો હતો.

અમદાવાદ શહેરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યાં છે. છેલ્લા સાત વર્ષ કરતાં આ વર્ષે વધુ ગરમી નોંધાઈ છે. ગરમીનો પારો 45.9 ડિગ્રીને પાર જતાં ગભરામણ, હિટસ્ટ્રોકના કેસો વધવા લાગ્યા છે. હિટસ્ટ્રોકથી 15 લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે. સુરતમાં 1 જ દિવસમાં 10 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ પાલનપુરના વડગામમાં બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હવામાન સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. સુરત અને વલસાડમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન કરાઈ રહ્યું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રૂા.1000થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારાય

આ પણ વાંચો: મોરબીમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત