અમદાવાદ/ રૂા.1000થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારાય

જરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન દ્વારા રૂ. 1,000 થી વધુની રોકડમાં વીજળીના બિલ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યા પછી વધુ એક વિવાદ ફાટી નીકળે તેવી શક્યતા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
YouTube Thumbnail 2024 05 22T195303.104 રૂા.1000થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારાય

Ahmedabad News: ગુજરાતમાં પ્રિ-પેઇડ સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો હજુ પણ ગરમાઈ રહ્યો છે અને લોકો સ્વયંભૂ વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન દ્વારા રૂ. 1,000 થી વધુની રોકડમાં વીજળીના બિલ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યા પછી વધુ એક વિવાદ ફાટી નીકળે તેવી શક્યતા છે. ગુજરાતની ચારેય વીજ કંપનીઓએ માત્ર ડિજિટલ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા રૂ. 1,000 થી વધુના વીજ બિલ સ્વીકારવા માટે જારી કરાયેલા પરિપત્રોનો અમલ ન કરવા કમિશનને મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને નવા નિયમના અમલીકરણ પર રોક લગાવી દીધી છે.

ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ રૂ. 1000થી વધુનું વીજ બિલ રોકડમાં ચૂકવી શકાશે નહીં, અમદાવાદમાં ટોરેન્ટ પાવરે તેના તમામ વીજ ગ્રાહકોને આવી સૂચનાઓ આપી છે. જો કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ હેઠળની ચાર સરકારી વીજ વિતરણ કંપનીઓએ નિયમનો અમલ કરવા માટે સમય માંગ્યો છે, કારણ કે સરકારી કંપનીઓના લાખો ગ્રાહકો ગ્રામીણ વિસ્તારના છે, તેથી અમલમાં વિલંબ થયો છે.

રાજ્ય સરકારે 6 ડિસેમ્બરના રોજ ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના આદેશની સૂચના આપી હતી, જેમાં જણાવ્યું હતું કે ગ્રાહકો રોકડ, ચેક, ડ્રાફ્ટ અથવા ઇ-પેમેન્ટ દ્વારા રૂ. 1,000 સુધીના બિલની ચૂકવણી કરી શકે છે. પરંતુ રૂ. 1000થી વધુના બિલ માટે ઇ-પેમેન્ટ ફરજિયાત રહેશે. સરકારી વીજ કંપનીઓએ ત્રણ વર્ષ પહેલા રૂ. 10,000થી વધુના વીજ બિલો રોકડમાં સ્વીકારવાનું બંધ કરી દીધું હતું.

મોટી રકમના વીજળી બિલની ચુકવણી માત્ર ચેક, ડ્રાફ્ટ, આરટીજીએસ અથવા ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવે છે.તેઓએ કહ્યું કે વિજ બિલની વસુલાત ડીજીટલ-ઓનલાઈન ધોરણે થાય તે માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે અનેક ડીજીટલ પ્લેટફોર્મ સાથે કરાર કરવામાં આવ્યા છે. ઈલેકટ્રીક બીલમાં કયુઆર કોડ આપવામાં આવી રહ્યા છે જે સ્કેન કરીને ગ્રાહકો બીલ પેમેન્ટ કરી શકે છે.

ઉપરાંત ડીજીટલ મર્ચટ, એપ.વેબસાઈટ, જેવા પેમેન્ટ વિન્ડોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રાહકોને ડીજીટલ પેમેન્ટની સુવિધા મળે તે માટે ઈ-ધરા ઓફીસમાં પણ બીલ સ્વીકારવાની સુવિધા છે. વીજ બીલ વસુલાતમાં ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. 2021-22 માં 2.49 કરોડ ડીજીટલ ટ્રાન્ઝેકશન થયા હતા તે 2022-23 માં વધીને 2.95 કરોડ તથા 2023-24 માં 3.45 કરોડે પહોંચ્યા હતા.

ઉર્જા વિકાસ નિગમના સુત્રોએ કહ્યું કે ચારેય સરકારી વિજ કંપનીઓના 1.50 કરોડ વિજ ગ્રાહકો છે.તેમાંથી લાખો ગ્રામ્ય કક્ષાએ છે. રાતોરાત નવો નિયમ લાગુ કરવાનું શકય નથી અને એટલે 1000 થી વધુની રોકડ નહીં સ્વીકારવાનો નિર્ણય હાલ તૂર્ત લાગુ નહિં થાય. 10,000 થી વધુના વીજ બીલ રોકડમાં નહિં લેવાનો નિયમ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છેકે, સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છેકે, સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રોહકોનું હિત જોવાયું નથી. મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જૂના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રિ પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલાં બાજવાના એક નાગરિકે એમ.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ