Maheshana News : એકતરફ કેરીની સિઝન ચાલી રહી છે અને ઘરે ઘરે લોકો કેરીના રસનો લુફ્ત ઉઠાવી રહ્યા છે. પરંતુ કેરીનો રસ ખાતા પહેલા સાવધાની રાખવા જેવો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. એક કેરીના રસના વિક્રેતા પાસેથી ખરીદેલા રસમાંથી કીડા નીકળતા ચકચાર મચી છે.
આ બનાવની વિગત મુજબ મહેસાણામાં રાજકમલ પેટ્રોલપંપ પાછલ ગોપાલ ડેરી (મઠાવાલા)નામની દુકાનમાંથી ખરીદેલા કેરીના રસમાંથી કીડા નીકળ્યા હતા. આ દુકાનમાંથી વિરમજી ઠાકોર નામની વ્યક્તિએ કેરીનો રસ ખરીદ્યો હતો. બાદમાં તેમણે જોયું તો અંદરથી કીડા નીકળ્યા હતા.
વિરમજી આ અંગે ફરિયાદ કરવા દુકાનદાર પાસે પહોચ્યા હતા. જ્યાં દુકાનદારે તેમને પૈસા પરત કરવાની તૈયારી દર્શાવી હતી.
બીજીતરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારીને કારણે આવા બનાવો બની રહ્યા છે અને રસ વિક્રેતાઓ બેફામ બન્યા હોવાનું ચર્ચાય છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા રસ વિક્રેતાઓ સામે પગલા લેવા જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:અભિનેત્રી યામી ગૌતમના ઘરે કિલકારીઓ ગૂંજી! બેબી બોયના નામનો આ છે અર્થ…
આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું
આ પણ વાંચો:કોણ છે નેન્સી ત્યાગી? જેની કાન્સમાં સતત ચર્ચાઓ થઈ રહી છે…