Not Set/ આગામી વર્ષે બ્રિટેનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત: જેટલી

નવી દિલ્હી, નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ કે, ભારત આગામી વર્ષે બ્રિટેનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. વર્તમાન સમયે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વર્લ્ડ બેંકના રીપોર્ટ મુજબ, ભારતનો જીડીપી ૨.૫૯ અબજ ડોલર છે. જ્યારે વર્તમાન સમયમાં પાંચમાં નંબર પર રહેલી બ્રિટેનની અર્થવ્યવસ્થા ૨.૬૨ અબજ ડોલરની છે. નાણાં મંત્રી […]

Top Stories India Trending
images 59 આગામી વર્ષે બ્રિટેનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત: જેટલી

નવી દિલ્હી,

નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ કે, ભારત આગામી વર્ષે બ્રિટેનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. વર્તમાન સમયે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

વર્લ્ડ બેંકના રીપોર્ટ મુજબ, ભારતનો જીડીપી ૨.૫૯ અબજ ડોલર છે. જ્યારે વર્તમાન સમયમાં પાંચમાં નંબર પર રહેલી બ્રિટેનની અર્થવ્યવસ્થા ૨.૬૨ અબજ ડોલરની છે.

નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ કે, ચાલુ વર્ષે આપણે ફ્રાંસની અર્થવ્યવસ્થાને પછાડી છે અને દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. હવે અપેક્ષા છે કે આગામી વર્ષે આપણે બ્રિટેનથી પણ આગળ નીકળી જઈએ.

નાણાં મંત્રી જેટલીએ એ પણ જણાવ્યુ કે, ભારતની અર્થવ્યવસ્થામાં ક્ષમતા છે અને આગામી ૧૦-૨૦ વર્ષમાં દુનિયાની ટોપ ૩ અર્થવ્યવસ્થામાં સામેલ થઈ શકે છે. દુનિયાના બાકી દેશ ભારતની સરખામણીએ ધીમી ગતિએ પ્રગતિ કરી રહ્યા છે. અરુણ જેટલીએ આ વર્ષના પ્રારંભમાં પણ આ વાત કરી હતી.

જેટલીએ વધુમાં જણાવ્યુ કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના મામલે ભારતનો રેંક ઝડપથી સુધર્યો છે. ભારત રોકાણ માટે ફેવરીટ જગ્યા તરીકે ઉભરી આવ્યુ છે. આજે આપણી સામે ક્રૂડ ઓઈલલ અને ટ્રેડ વોર જેવા પડકાર રહેલા છે, જે પરીક્ષા સમાન છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સામે આવેલ આ નવા કેલ્ક્યુલેશન પાછળ ૨૦૧૭માં ભારતીય અર્થવ્યવસ્થાનુ શાનદાર પ્રદર્શન છે. છેલ્લા એક દાયકામાં ભારતની અર્થવ્યવસ્થામાં બે ગણો ગ્રોથ જાવા મળ્યો છે.