Not Set/ આગ્રા : વાંદરાના આતંકમાં કોઈ સુધારો નહી, વધુ એક ૫૯ વર્ષીય મહિલાનો જીવ ગયો

આગ્રા આગ્રા હજુ થોડા દિવસ પહેલા જ વાંદરાના આતંકના સમાચાર મળ્યા હતા. ૧૨ દિવસના નવજાત શિશુનું મૃત્યુ વાંદરાને લીધે થયું હતું. વાંદરાના આતંકનો વધુ એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૫૯ વર્ષીય મહિલાનું મૃત્યુ વાંદરાને લીધે થયું હોવાના સમાચાર મળ્યા છે. ૫૯ વર્ષીય ભુરણ દેવી નામની મહિલા સોમવારે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ખેતર તરફ […]

Top Stories India Trending
monkey wide a5c6f860bbeba6bfa1172ee503fc38b37795f579 આગ્રા : વાંદરાના આતંકમાં કોઈ સુધારો નહી, વધુ એક ૫૯ વર્ષીય મહિલાનો જીવ ગયો

આગ્રા

આગ્રા હજુ થોડા દિવસ પહેલા જ વાંદરાના આતંકના સમાચાર મળ્યા હતા. ૧૨ દિવસના નવજાત શિશુનું મૃત્યુ વાંદરાને લીધે થયું હતું.

વાંદરાના આતંકનો વધુ એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૫૯ વર્ષીય મહિલાનું મૃત્યુ વાંદરાને લીધે થયું હોવાના સમાચાર મળ્યા છે.

૫૯ વર્ષીય ભુરણ દેવી નામની મહિલા સોમવારે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ખેતર તરફ જઈ રહી હતી તે દરમ્યાન વાંદરાઓએ હુમલો કરી દીધો હતો.

આ ઘટનાની જાણ થતા તેને નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી.પોલીસને આ મામલાની જાણ મંગળવારે સવારે થઇ હતી.

કારગુલ પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર સંજુલ પાંડેએ જણાવ્યું હતું કે આ મહિલા પણ વાંદરાઓએ ઘાતક હુમલો કર્યો હતો. ઈજા વધારે હોવાને લીધે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

૧૨ દિવસના નવજાતનું વાંદરાને લીધે આ કારણે થયું હતું મોત 

આગ્રામાં નવજાત શિશુને જયારે તેની માતા દૂધ પીવડાવી રહી હતી ત્યારે તે છીનવીને લઇ ગયું અને ફેંકીને તેને મારી નાખ્યું. આ ઘટના સોમવારે રાત્રે બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આગ્રામાં રુનકતા વિસ્તારમાં એક કોલોનીમાં આ ઘટના બની હતી. મૃત બાળકના પિતા યોગેશ પોતે રીક્ષા ચલાવે છે. નેહા સાથે એલ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.

૧૨ દિવસ પહેલા જ તેમના ઘરે નવા મહેમાનનું આગમન થયું હતું જેને લઈને તે લોકો ખુબ ખુશ હતા.

નેહા રાત્રે પોતાના નવજાત દીકરા આરુષને સ્તનપાન કરવી રહી હતી. યોગેશના ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે દરમ્યાન એક વાંદરો ઘરમાં અચાનક આવી ગયો. નેહા હજુ તો કઈ સમજે તે પહેલા વાંદરાએ આરુષને ગળામાંથી ઉપાડ્યો અને લઈને ભાગી ગયો.

નેહાની બુમો પાડતા આજુબાજુ લોકો ભેગા થઇ ગયા અને વાંદરો આરુષને લઈને પાડોશીના ધાબા પર જતો રહ્યો.

થોડા સમયમાં લોકો એકઠા થઇ ગયા તે બધાએ વાંદરાને ભગાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આખરે વાંદરો આરુષને ફેંકીને ત્યાંથી જતો રહ્યો.

નેહાએ જણાવ્યું હતું કે આરુષની ડોકમાંથી ઘણી લોહી વહી ચુક્યું હતું તેને તત્કાલમાં નજીકની પ્રાઇવેટ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ડેડબોડી મોકલવામાં આવી હતી.