Not Set/ રાજકોટ:રૂ.22 લાખના નશીલા પદાર્થ સાથે માતા-પુત્ર ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી રૂપિયા 22 લાખના નશીલા પદાર્થ સાથે માતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાન્ચે મોરફીન નામના માદક પદાર્થ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એછેકે, રફીક નામનો આ શખ્સ અગાઉ હત્યાના કેસમાં 21 વર્ષ સુધી જેલવાસો ભોગવી ચુક્યો છે. તો તેની માતા પણ અગાઉ પ્રોહિબીશનના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુકી […]

Top Stories Rajkot Gujarat Videos
yrh 16 રાજકોટ:રૂ.22 લાખના નશીલા પદાર્થ સાથે માતા-પુત્ર ઝડપાયા

રાજકોટ,

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી રૂપિયા 22 લાખના નશીલા પદાર્થ સાથે માતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાન્ચે મોરફીન નામના માદક પદાર્થ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એછેકે, રફીક નામનો આ શખ્સ અગાઉ હત્યાના કેસમાં 21 વર્ષ સુધી જેલવાસો ભોગવી ચુક્યો છે. તો તેની માતા પણ અગાઉ પ્રોહિબીશનના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.માતા-પુત્ર બંને ફરીથી સકંજામાં આવતા પોલીસને મોટી સફળતા મળી છે.