Not Set/ વડાપ્રધાન મોદી આજે જન ઔષધિ કેન્દ્રના માલિકો અને લાભાર્થીઓ સાથે વાત કરશે

PMOએ જણાવ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન મોદી જન ઔષધિના લાભાર્થીઓ તેમજ જન ઔષધિ કેન્દ્રના માલિકો સાથે આજે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. ત્યારબાદ સંબોધન કરશે.

Top Stories India
modi 01

દેશમાં દર વર્ષે 7મી માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. PMOએ જણાવ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન મોદી જન ઔષધિના લાભાર્થીઓ તેમજ જન ઔષધિ કેન્દ્રના માલિકો સાથે આજે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. ત્યારબાદ સંબોધન કરશે. કેન્દ્ર સરકાર દેશવાસીઓ માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાને સસ્તી અને પરવડે તેવી બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી-રાજસ્થાન-પંજાબમાં વધશે તાપમાન, ઉત્તરાખંડ-હિમાચલમાં વરસાદનું એલર્ટ, જાણો ઉત્તર ભારતના હવામાનની સ્થિતિ

વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ દ્વારા લોકોમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓને લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છે. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જન ઔષધિ દિવસનો મુખ્ય કાર્યક્રમ 7મી માર્ચે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા ઉપસ્થિત રહેશે.

જન ઔષધિ કેન્દ્રનું વર્ણન કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, બધાને સસ્તી દવાઓ પૂરી પાડવા માટે ભારતમાં લગભગ 8,600 જન ઔષધિ કેન્દ્રો ચાલી રહ્યાં છે. તેને પ્રોત્સાહન આપવા માટે 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાંથી લાખો લોકો સસ્તા ભાવે દવાઓ ખરીદે છે. તેમણે જેનેરિક દવાઓના ઉપયોગ અંગે વધુ પ્રોત્સાહન આપવા અને જાગૃતિ લાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં 9 જિલ્લાની 54 બેઠકો પર આજે મતદાન,આ દિગ્ગજોનું ભાવિ દાવ પર

આ પણ વાંચો: કિવમાં ગોળીબારમાં ઘાયલ ભારતીય વિદ્યાર્થી હરજોત સોમવારે સ્વદેશ પરત ફરશે,આઠ ફ્લાઈટ દ્વારા 1500 ભારતીયો આવશે