Congress-Karnataka/ ભાજપની વાંધાજનક પોસ્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા નિર્દેશ

ચૂંટણી કમિશને એક્સને કર્યો નિર્દેશ

Top Stories India
Beginners guide to 2024 05 07T195625.861 ભાજપની વાંધાજનક પોસ્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા નિર્દેશ

New Delhi News : ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચૂંટણી પંચ તરફથી મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે માઇક્રોબ્લોગિંગ વેબસાઈટ Xને કર્ણાટક ભાજપની વાંધાજનક પોસ્ટને તેના પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ કર્ણાટક ચૂંટણી પંચે ભાજપને X હેન્ડલ પરથી આ પોસ્ટ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ પોસ્ટને લઈને અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

કોંગ્રેસ દ્વારા આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કર્ણાટક બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરૂધ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે વીડિયોમાં વાંધાજનક સામગ્રી છે. વીડિયોની અંદર બતાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પછાત વર્ગો કરતાં મુસ્લિમોને વધુ અનામત આપે છે અને ભંડોળનું વિતરણ કરે છે.

શનિવારે વીડિયો પોસ્ટ થયા બાદ કર્ણાટક કોંગ્રેસે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયા અને રાજ્ય એકમના વડા બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને સંદેશાવ્યવહાર વિભાગના પ્રમુખ રમેશ બાબુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ વિડિયો માત્ર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતો નથી પરંતુ SC/ST પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી એક્ટ 1989 હેઠળ ગુનો પણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ