Covid-19/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં, કોરોનાવાયરસનાં 20,030 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ સંક્રમણનાં કેસ 1 કરોડ ને વટાવી ગયા છે…..

India
zzas1 10 છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં, કોરોનાવાયરસનાં 20,030 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ સંક્રમણનાં કેસ 1 કરોડ ને વટાવી ગયા છે. વળી કેન્દ્ર સરકારે પણ કોવિડ-19 રસીકરણની સિસ્ટમ આકારણી કરવા માટે આજથી પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ડ્રાય રન શરૂ કર્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 279 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 1 લાખ 47 હજાર 901 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, દેશમાં હવે 2 લાખ 77 હજાર 310 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સંખ્યા કુલ કેસનાં માત્ર 2.72 ટકા છે. દેશભરમાં આ રોગથી ઠીક થતા લોકોની સંખ્યા વધીને, 97,82,669 થઈ ગઇ છે, જેથી તંદુરસ્ત થતા લોકોનો રાષ્ટ્રીય દર વધીને 95.83 ટકા થયો છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસો ઘટી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. રાજ્યમાં 24 કલાકમાં 850 કેસ નોંધાયા છે. જ્યારે આ વાયરસથી 24 કલાકમાં 920 દર્દીઓ ઠીક થયા છે. 24 કલાકમાં 7 દર્દીઓએ કોરોનાનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ભારતમાં કોવિડ-19 કેસોની સંખ્યા 7 ઓગસ્ટે 20 લાખને વટાવી ગઈ છે, જ્યારે 23 ઓગસ્ટનાં રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરનાં રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ. 28 સપ્ટેમ્બરનાં રોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરનાં રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરનાં રોજ એક કરોડને વટાવી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો