Not Set/ સુપ્રિમ કોર્ટે CBIના તત્કાલીન ડિરેક્ટર નાગેશ્વર રાવને કોર્ટમાં બેસાડી રાખવાની સજા ફટકારી

દિલ્હી સુપ્રિમ કોર્ટ પોતાની અવગણના કરવાના આરોપસર સીબીઆઇના તત્કાલીન ચીફ નાગેશ્વર રાવને દોષિત માનીને તેમને સજા ફટકારી છે.મુઝ્ઝફરપુર શેલ્ટર હોમના કેસમાં સુપ્રિમ કોર્ટે અવગણનાના કેસમાં સીબીઆઇના પુર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવને સજા સંભળાવી દીધી હતી.સુપ્રિમ કોર્ટે નાગેશ્વર રાવ પર નારાજગી બતાવતા 1 લાખ રૂપિયાનો દંડ અને કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી પાછળ બેસવાનો દંડ ફટકાર્યો […]

Top Stories India
nageshwr rao સુપ્રિમ કોર્ટે CBIના તત્કાલીન ડિરેક્ટર નાગેશ્વર રાવને કોર્ટમાં બેસાડી રાખવાની સજા ફટકારી

દિલ્હી

સુપ્રિમ કોર્ટ પોતાની અવગણના કરવાના આરોપસર સીબીઆઇના તત્કાલીન ચીફ નાગેશ્વર રાવને દોષિત માનીને તેમને સજા ફટકારી છે.મુઝ્ઝફરપુર શેલ્ટર હોમના કેસમાં સુપ્રિમ કોર્ટે અવગણનાના કેસમાં સીબીઆઇના પુર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવને સજા સંભળાવી દીધી હતી.સુપ્રિમ કોર્ટે નાગેશ્વર રાવ પર નારાજગી બતાવતા 1 લાખ રૂપિયાનો દંડ અને કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી પાછળ બેસવાનો દંડ ફટકાર્યો હતો.

જો કે એ અગાઉ નાગેશ્વર રાવે બીન શરતી માફીનામું લખી આપ્યું હતું પરંતું કોર્ટે તેને ફગાવીને સજા ફટકારી હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની સીબીઆઈ તપાસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર તપાસ ટીમમાં શામેલ કોઈ પણ અધિકારીની બદલી ના કરવામાં આવે. તેમ છતાંયે નાગેશ્વર રાવે તપાસ ટીમમા મુખ્ય સીબીઆઈ અધિકારી એ કે શર્માની 17 જાન્યુઆરીએ સીબીઆઈમાંથી સીઆરપીએફમાં ટ્રાન્સફર કરી દીધી હતી.સુપ્રિમ કોર્ટે નાગેશ્વર રાવના આ આદેશને કોર્ટની અવગણના માનીને તેમને દોષિત માન્યા હતા.

નાગેશ્વર રાવ વતી સરકારી વકિલ વેણુગોપાલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇને વિનંતી કરતાં કહ્યું હતું કે, ‘માય લોર્ડ, પ્લીઝ તેમને (નાગેશ્વર રાવ)ને માફ કરી દો.

કેકે વેણુગોપાલની આ દલીલ પર ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ નિરાશા વ્યક્ત્ત કરતા જણાવ્યું હતું કે, નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટના જુના આદેશની જાણ હતી માટે જ તેમને કાયદા વિભાગનું મંતવ્ય મંગાવ્યું હતું અને એકે શર્માની બદલી કરી હતી.એકે શર્માની બદલી કરતાં પહેલાં સુપ્રિમ કોર્ટની મંજુરી પણ ના માંગી?તેના પર એટર્ની જનરલે કહ્યું હતું કે, રાવે ભૂલ સ્વીકારી લીધી છે. આ મામલે તેમણે માફી પણ માંગી લીધી છે. આ મુદ્દે સીજેઆઈએ કહ્યું હતું કે, સંતુષ્ઠ થયા વગર અન કોર્ટને પુછ્યા વગર અધિકારીનો રિલીવ ઓર્ડર પર સહી કરવી એ કોર્ટની અવમાનના નથી તો શું છે?

સુપ્રિમ કોર્ટે નાગેશ્વર રાવની માફીનામું સ્વીકાર્યું નહોતું અને તેમને સજા કરી હતી.