Junagadh/ સૂરજ ફન વર્લ્ડ સંચાલકોની બેદરકારી, વિદ્યાર્થીનીનું થયું મોત

બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાતા…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 14T113526.589 સૂરજ ફન વર્લ્ડ સંચાલકોની બેદરકારી, વિદ્યાર્થીનીનું થયું મોત

Junagadh News: પોરબંદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ હેતુ જૂનાગઢના સૂરજ ફન વર્લ્ડમાં આવ્યા હતા. સૂરજ ફન વર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાતા તેનું મોત થયું હતું.

WhatsApp Image 2024 01 14 at 10.55.53 AM સૂરજ ફન વર્લ્ડ સંચાલકોની બેદરકારી, વિદ્યાર્થીનીનું થયું મોત

મળતી વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાતા તે 15 ફૂટ ઉપર ગઇ હતી. જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી બાદમાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

WhatsApp Image 2024 01 14 at 10.58.50 AM 1 સૂરજ ફન વર્લ્ડ સંચાલકોની બેદરકારી, વિદ્યાર્થીનીનું થયું મોત

બાપોદર પ્રાથમિક શાળાથી 51 વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવ્યા હતા. જોકો વિદ્યાર્થીની હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ ફન વર્લ્ડના સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેમજ ફન વર્લ્ડના સંચાલકોની વધુ પૂછપરછ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ahemdabad crime branch/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, વોન્ટેડ આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:Rajkot/જેતપુરમાં આ પરિવારના જીવનમાં ખુશીઓ આવી… પણ પછી શું થયું…