Video/ સુરતમાં વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર, જુઓ કેવો આંખના પલકારે થયો ધરાશાયી

સુરતના ઉતરાણમાં પહેલીવાર 85 મીટરના કુલિંગ ટાવર ધરાશાયી કરવામાં આવ્યો છે. 30 વર્ષનો જૂનો 85 મીટરનો કુલિંગ ટાવર માત્ર 5 સેકન્ડમાં ધરાશાયી થઈ ગયો હતો.

Top Stories Gujarat Surat
કુલિંગ ટાવર

સુરતમાં મંગળવારે વિસ્ફોટથી પાવર સ્ટેશનનો 30 વર્ષ જૂનો કુલિંગ ટાવર વિસ્ફોટથી તોડી પાડવામાં આવ્યો હતો. 85 મીટર ઉંચો અને 72 મીટર વ્યાસનો આરસીસી ટાવર સેકન્ડોમાં જ ધરાશાયી થઈ ગયો. ટાવર તૂટી પડવાની ઘટના ગયા વર્ષે દિલ્હી નજીક નોઈડામાં જોવા મળેલી ઘટના જેવી જ હતી, જ્યાં જોડિયા ટાવર વિસ્ફોટથી તોડી પાડવામાં આવ્યા હતા.

ગેસથી ચાલતા ઉત્તરણ પાવર પ્લાન્ટનો કુલિંગ ટાવર સવારે 11:10 વાગ્યે નીચે લાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેને નીચે લાવવા માટે 220 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર 7 સેકન્ડમાં જોરદાર ધડાકા સાથે ટાવર જમીન પર પડી ગયો. ટાવર પડતાની સાથે જ ધૂળનું ખૂબ જ ઊંચું વાદળ ઊભું થયું.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ કાર્યરત હતાં, જેમાં 135 મેગા વોટનો પ્લાન્ટ જૂનો હતો. આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરવામાં આવી અને આ સાથે જ ઉત્રાણ પાવર હાઉસનો ટાવર ઈતિહાસ બની ગયો છે.

સ્થાનિક લોકો આ ઘટના જોવા માટે મોટી સંખ્યામાં બિલ્ડીંગની પર આવી ગયા હતા. જે રીતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાવર ધરાશાહી થયા બાદ માટી ઉડશે. જોકે, માટી ઉડવાની ઘટના પણ ખૂબ જ સામાન્ય હતી. જેના કારણે સ્થાનિકોમાં આનંદની લાગણી પણ જોવા મળી હતી. સ્થાનિક સમીર બોઘરા એ જણાવ્યું હતું કેસ અમને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે માત્ર આઠ સેકન્ડમાં આ ટાવર પડી જશે. પરંતુ માત્ર પાંચ સેકન્ડમાં આ ટાવર ધ્વસ્ત થઈ ગયું છે. અધિકારીઓએ સાવચેતીના પગલાં લેવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે લોકો ઘરેથી ન નીકળે આ ખૂબ જ રોમાંચિત ઘટના હતી. જે રીતે જણાવવામાં આવ્યું હતું કે માટી ઉડશે પરંતુ તે રીતે માટી વધારે ઉડી નથી.

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો:જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’

આ પણ વાંચો:મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું