YSR/ YSR તેલંગાણા પાર્ટિના સ્થાપક શર્મિલા પોતાની પાર્ટી સાથે કોંગ્રેસમાં જોડાયા, મળી શકે છે મોટો હોદ્દો

YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક શર્મિલા કોંગ્રેસમાં જોડાયા બાદ કહ્યું કે, કોંગ્રેસ આજે પણ આપણા દેશની સૌથી મોટી પાર્ટી છે.

Top Stories India
Mantay 4 YSR તેલંગાણા પાર્ટિના સ્થાપક શર્મિલા પોતાની પાર્ટી સાથે કોંગ્રેસમાં જોડાયા, મળી શકે છે મોટો હોદ્દો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન બોમન રેડ્ડીની બહેન શર્મિલા પોતાની પાર્ટી સાથે કોંગ્રેસમાં જોડાયા. શર્મિલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે YSR પાર્ટીના સ્થાપક શર્મિલાએ કહ્યું કે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવાથી તેઓ ખુશ છે કેમકે આ પાર્ટીએ જ આઝાદી બાદ ભારતના મૂળભૂત માળખાનું નિર્માણ કર્યું હતું. જેને હાલમાં કેટલાક લોકો પોતાના સ્વાર્થ સાધવા વિલન તરીકે બતાવવા પ્રયાસ કરી રહ્યા છે.

YSR તેલંગાણા પાર્ટીના પ્રમુખ YS શર્મિલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાતા ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે મને ખુશી છે કે આજે YSR તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી આજે પણ આપણા દેશની સૌથી મોટી સેક્યુલર પાર્ટી છે. આ પ્રસંગે તેમણે લોકસભા ચૂંટણીને લઈને પણ સ્પષ્ટતા કરી. તેમણે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું.

તમને જણાવી દઈએ કે શર્મિલા કોંગ્રેસમાં જોડાવા માટે બુધવારે રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા અને ગુરુવારે સવારે તેઓ AICC હેડક્વાર્ટર પંહોચ્યા બાદ કોંગ્રેસમાં જોડાવાની ઘોષણા કરી. છેલ્લા કેટલાક દિવસોથી જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલા અને કોંગ્રેસ સામેલ થવાને લઈને ચર્ચાનો દોર શરૂ  થયો હતો. પરંતુ આજે કોંગ્રેસમાં વાયએસ શર્મિલા જોડતા તમામ અટકળોનો અંત આવ્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ ભારત રાષ્ટ્ર સમિતિના સ્થાપક કેસીઆરની કામગીરીથી નાખુશ હતા અને નહોતા ઇચ્છતા કે તેઓ ફરી સત્તામાં આવે. આથી તેલંગાણાને કેસીઆરની ભ્રષ્ટ રાજનીતિથી મુક્ત કરવા તેઓ કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે તેમ જણાવ્યું. નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કેસીઆરને હરાવી તેલંગાણામાં પ્રચંડ જીત મેળવી હતી.

YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક શર્મિલા કોંગ્રેસમાં જોડાયા બાદ કહ્યું કે, કોંગ્રેસ આજે પણ આપણા દેશની સૌથી મોટી પાર્ટી છે. તેણે હંમેશા ભારતની સાચી સંસ્કૃતિ જાળવી રાખી છે અને ભારતનો પાયો પણ આ પક્ષે જ બાંધ્યો છે.

તમને જણાવી દઈએ કે શર્મિલા અવિભાજિત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વાયએસ રાજશેખર રેડ્ડીની પુત્રી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની નાની બહેન છે. જગન મોહન રેડ્ડીથી નારાજ બહેન શર્મિલાએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો. આ મામલે જગનમોહન રેડ્ડી અને શર્મિલા વચ્ચે સુલેહ કરાવા તેમના કાકા અને પૂર્વ સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ પ્રયાસ કર્યા. છતાં કોઈ નિર્ણાયક ઉકેલ ના આવતા આખરે શર્મિલાએ કોંગ્રેસમાં જોડાવાના પોતાના નિર્ણય બદલ્યો નહી. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં જોડાયા બાદ લોકસભા ચૂંટણી પહેલા YSR નેતા શર્મિલાને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીમાં નવું પદ આપવામાં આવી શકે છે.