Not Set/ ટ્વીટર ટ્રોલિંગ વિવાદ : વિદેશ મંત્રીએ સોનમ મહાજનને કર્યા બ્લોક, બ્લોગરે આપ્યો આ જવાબ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ આપવાના મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટર પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે હવે મંગળવારે વિદેશ મંત્રીએ બ્લોગર સોનમ મહાજનને બ્લોક કરી દીધા છે. પાસપોર્ટ ન આપવા અંગે ઉભા થયેલા વિવાદ બાદ સુષ્મા સ્વરાજને સતત ટ્રોલ કરવાના વિરોધમાં સુષ્મા સ્વરાજે સોનમ મહાજનને પોતાના […]

Top Stories India Trending
Sushma Swaraj twitter ટ્વીટર ટ્રોલિંગ વિવાદ : વિદેશ મંત્રીએ સોનમ મહાજનને કર્યા બ્લોક, બ્લોગરે આપ્યો આ જવાબ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ આપવાના મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટર પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે હવે મંગળવારે વિદેશ મંત્રીએ બ્લોગર સોનમ મહાજનને બ્લોક કરી દીધા છે.

પાસપોર્ટ ન આપવા અંગે ઉભા થયેલા વિવાદ બાદ સુષ્મા સ્વરાજને સતત ટ્રોલ કરવાના વિરોધમાં સુષ્મા સ્વરાજે સોનમ મહાજનને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર બ્લોક કર્યા છે.

https://twitter.com/AsYouNotWish/status/1013771459615813632

આ પહેલા બ્લોગર સોનમ મહાજને વિદેશ મંત્રીને સવાલ પૂછ્યો હતો કે, “આ ગુડ ગવર્નન્સ આપવા માટે આવ્યા હતા. આ લો ભાઈ, સારા દિવસો આવી ગયા છે. સુષ્મા સ્વરાજ જી . હું ક્યારેક તમારી ફ્રેન્ડસ હતી અને તમારી વિરુધ બોલવાવાળા સામે લડી હતી. પરંતુ હાલ તમે પ્લીઝ મને પણ બ્લોક કરીને ઇનામ આપો. હું રાહ જોઇશ”.

જો કે આ સવાલ બાદ વિદેશ મંત્રીએ કોઈ રાહ જોયા વગર જ સુષ્મા સ્વરાજે તેઓને બ્લોગ કરતા કહ્યું, “રાહ કેમ જોવી, હું બ્લોક જ કરી દુ છું“.

https://twitter.com/AsYouNotWish/status/1013996796484284416

બીજી બાજુ, સુષ્મા સ્વરાજે બ્લોક કર્યા બાદ સોનમ મહાજને લખ્યું, “ખુબ ખુબ ધન્યવાદ મોહતરમાં. જયારે તમારી સાથે કોઈ તર્ક સંગત સવાલ કરે ત્યારે તમે આ જ કરો છો. અમને પણ ટ્રોલ કેટગરીમાં નાખી દો, તમને વોટ આ માટે જ આપ્યો હતો. હું તમારી સારી તબિયત માટે કામના કરું છું”.

આ વિવાદ ત્યારે શરુ થયો ત્યારે વિદેશ મંત્રી તે સમયે ફ્રાંસ, બેલ્જિયમ અને લક્જમબર્ગની વિદેશ યાત્રા પર હતા. આ દરમિયાન ૨૪ જૂનના રોજ તેઓએ ટ્વીટ કર્યું હતું કે, હું ૧૭ થી ૨૩ જૂન ૨૦૧૮ સુધી ભારતની બહાર હતી. હું જાણતી નથી કે મારી ગેરહાજરીમાં શું થયું છે. પરંતુ, મને કેટલાક ટ્વીટથી સન્માનિત કરવા આવ્યું. હું તેને તમારી સાથે શેર કરી રહી છું, જેથી હું એ તેઓને લાઈક કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, લખનઉની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ આપવાના બદલે વિદેશ મંત્રીને ટ્વીટર પર ટ્રોલ કરાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવામાં આવી હતી.