Not Set/ ચીની સામ્રાજ્યવાદ : 5 લાખ નાગરિકો માટે પાકિસ્તાનમાં કોલોની બનાવી રહ્યું છે ચીન

ચીન સરકાર પાકિસ્તાનના ગ્વાદરમાં 5 લાખ ચીની નાગરિકો ને વસાવવા માટે એક અલગ શહેર બનાવવા જઈ રહ્યું છે. ચીની કોલોની જેવું હશે, જેમાં ફક્ત ચીનના નાગરિકો જ રહેશે. એવું લાગી રહ્યું છે કે વસાહતી સમય પાછો આવી રહ્યો છે, જેમાં ચીન નવા જમાનાનો સામ્રાજ્યવાદી દેશ બની રહ્યો છે. આ પહેલા ચીન મધ્ય એશિયા તેમજ આફ્રિકામાં આવી […]

Top Stories India World
Chinese Workers ચીની સામ્રાજ્યવાદ : 5 લાખ નાગરિકો માટે પાકિસ્તાનમાં કોલોની બનાવી રહ્યું છે ચીન

ચીન સરકાર પાકિસ્તાનના ગ્વાદરમાં 5 લાખ ચીની નાગરિકો ને વસાવવા માટે એક અલગ શહેર બનાવવા જઈ રહ્યું છે. ચીની કોલોની જેવું હશે, જેમાં ફક્ત ચીનના નાગરિકો જ રહેશે. એવું લાગી રહ્યું છે કે વસાહતી સમય પાછો આવી રહ્યો છે, જેમાં ચીન નવા જમાનાનો સામ્રાજ્યવાદી દેશ બની રહ્યો છે.

આ પહેલા ચીન મધ્ય એશિયા તેમજ આફ્રિકામાં આવી કોલોની બનાવી ચૂક્યું છે. આમ પણ આરોપ છે કે ચીન સરકાર પૂર્વ રશિયા અને ઉત્તર મ્યાનમારમાં જમીન ખરીદી રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર ચીની કોલોનીઓને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પણ રહ્યો છે.

1053654517 e1534834477163 ચીની સામ્રાજ્યવાદ : 5 લાખ નાગરિકો માટે પાકિસ્તાનમાં કોલોની બનાવી રહ્યું છે ચીન

પાકિસ્તાનના ગ્વાદરમાં લગભગ 15 કરોડ ડોલર કિંમતથી બનનારૂ આ શહેર ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો ભાગ હશે. દક્ષિણ એશિયામાં ચીનની આ પહેલી કોલોની હશે.

વર્ષ 2022 સુધીમાં તૈયાર થનારા આ શહેરમાં લગભગ 5  લાખ ચીની નાગરિકો ને વસાવવા માટે મકાન બનાવવામાં આવશે. હકીકતમાં ગ્વાદર બંદરમાં ચીન દ્વારા કેટલાક જિલ્લા બનાવવાની યોજના છે. આ જિલ્લાઓમાં કામ કરવાવાળા ચીનના કામદારોને રહેવા માટે આ શહેર બનાવવામાં આવી રહ્યું છે.

502446132 cpec 6 e1534834499504 ચીની સામ્રાજ્યવાદ : 5 લાખ નાગરિકો માટે પાકિસ્તાનમાં કોલોની બનાવી રહ્યું છે ચીન

ચાઈના-પાક ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને ગ્વાદરમાં 36 લાખ વર્ગ ફુટ જમીન ખરીદી છે. આમ ચીની લોકોને રહેવા માટે કોલોની બનવવામાં આવશે. ચીને પાકિસ્તાનના પાઈપલાઈન, રેલવે, હાઇવે, મોબાઈલ નેટવર્ક, પાવર પ્લાન્ટ, ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે રોકાણ કર્યું છે.

ગયા વર્ષે બેઇજિંગમાં વન બેલ્ટ વન રોડ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકા અને જાપાન સહીત ઘણા એશિયાઈ દેશોએ ભાગ લીધો હતી. પરંતુ ભારતે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનો હવાલો આપતા આ શિખર સંમેલનનો બહિષ્કાર કર્યો હતો.