IPL 2022/ CSK સતત 4 મેચો હારી, જાણો શું છે આ પાછળનું કારણ

ચેન્નઈ સુપર કિંગ્સએ આઈપીએલ 2021નો ખિતાબ જીત્યો હતો. ત્યારે તે જીતનો સૌથી માટો રોલ તેની ઓપનિંગ જોડીએ નિભાવ્યો હતો, પરંતુ આઈપીએલ 2022માં…

Top Stories Sports
CSK lost 4 matches in a row, find out what is the reason behind this

CSKની ટીમ માટે IPL 2022 એક ખરાબ સ્વપ્ન જેવું રહ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સને સતત ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. આઈપીએલ 2022 અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તે બાદ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાની કમાન ટીમ ખરાબ રીતે પ્રદર્શન કરતી નજરે પડી રહી છે. CSKની સતત હારના આ 4 મોટા કારણો છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સૌથી મોટી મજબૂતી તેમના ઓલરાઉન્ડર છે, પરંતુ આઈપીલએલ 2022માં તે ટીમની કમજોર કડી બની ચૂક્યા છે. મોઈન અલી, શિવમ દુબે, ડ્વેન બ્રાવો અને રવીન્દ્ર જાડેજા પોતાની લયમાં નજર આવી રહ્યા નથી. તે ટીમ માટે કોઈ યોગદાન આપી શક્યો નથી. શિવમ દુબેએ લખનઉમાં સુપર જાયન્ટ્સ સામે એક ઓવરમાં 25 રન આપી દીધા હતા. તો બીજી તરફ બ્રાવો અને જાડેજા કોઈ ખાસ કરી શક્યા ન હતા.

IPL 2022ની શરૂઆતની પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તે બાદ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવમાં આવ્યો. જાડેજા પાસે અગાઉ કેપ્ટનશિપનો કોઈ અનુભવ ન હતો. જાડેજા પર કેપ્ટનશિપનું દબાણ હતું, જેથી તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં. તો બીજી તરફ બોલિંગમાં પણ કોઈ સારો બદલાવ કર્યો ન હતો. વધારાનો સમય તે બાઉન્ડ્રી લાઈન પાસે ઉભો રહેતો હતો. તેણે પોતાનો બધો ભાર મહેન્દ્ર સિંહ ધોની પર છોડી દીધો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સએ આઈપીએલ 2021નો ખિતાબ જીત્યો હતો. ત્યારે તે જીતનો સૌથી માટો રોલ તેની ઓપનિંગ જોડીએ નિભાવ્યો હતો, પરંતુ આઈપીએલ 2022માં CSK ટીમની ઓપનિંગ જોડી ખરાબ રીતે ફ્લોપ રહી છે. ઋતુરાજ ગાયકવાડની બેટિંગથી પણ કોઈ રન બન્યા ન હતા. તો આઈપીએલ 2022ના ચાર મેચમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. જ્યારે ટીમને મોટી ઈનિંગની જરૂર હોય છે ત્યારે તેઓ જલ્દી આઉટ થઈ જાય છે. પ્રથમ મેચમાં ઋતુરાજ સાથે ડેવોન કોનવે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. CSKની જોડી ન ચાલવાનું સૌથી મોટું કારણ આ છે.

આઈપીએલ 2022માં CSK ટીમની બોલિંગ નબળી જોવા મળી રહી છે, કારણ કે તેમનો સ્ટાર બોલર દીપક ચાહર હાલમાં મેચથી દુર છે. દીપક થોડા જ ક્ષણોમાં મેચને પલટી શકે છે. અગાઉ પણ CSKને જીત અપાવવામાં તેનું જ મોટું યોગદાન હતું. દીપક ચાહરના ચાર ઓવર રમવી કોઈ પ્લેયર માટે સરળ નથી. દીપકની ગેરહાજરીને કારણ CSK ટીમ નબળી પડતી જોવા મળી રહી છે. મેગા ઓક્શનમાં દીપક ચાહરને CSK ટીમે 14 કરોડ રૂપિયામાં લીધો હતો.

જુઓ આ પણ: સુરેન્દ્રનગરમાં સગીરાના ફોટા સાથે છેડછાડ કરી અપલોડ કરાતા માથાકૂટ

જુઓ આ પણ: શ્રીનગરમાં NITના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

જુઓ આ પણ: PM મોદીએ દેશવાસીઓને પાઠવી રામ નવમીની શુભેચ્છા

જુઓ આ પણ: ઇન્ડિયન નેશનલ ફૂડ ખીચડી બની ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનના રસોડાની મહેમાન