Not Set/ BCCI એ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાકટની કરી જાહેરાત, ૩ કેટેગરી મુજબ ખેલાડીઓની આટલી કમાણી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં A+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન

Trending Sports
team india BCCI એ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાકટની કરી જાહેરાત, ૩ કેટેગરી મુજબ ખેલાડીઓની આટલી કમાણી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં A+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળશે.

BCCI announces Team India's annual player contract: Virat Kohli, Rohit  Sharma, Jaspreet Bumrah in 7-crore club - Naveen Bharat

A+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન

ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)
વિરાટ કોહલી
રોહિત શર્મા
જસપ્રીત બુમરાહ

 ગ્રેડ Aમાં કુલ 10 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેને વાર્ષિક પાંચ કરોડ મળશે. તો ગ્રેડ Bમાં પાંચ ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મળશે. ગ્રેડ C કોન્ટ્રાક્ટમાં 10 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમ કુલ 28 ખેલાડીઓને બીસીસીઆઈનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Flashback 2017 Top 5 Memorable Moments Of Team Indian Player - टीम इंडिया  के खिलाड़ियों के 2017 के वो खास 5 पल जिसने सबका दिल जीत लिया... देखें  वीडियो | Patrika News

ગ્રેડ Aમાં કુલ 10 ખેલાડીઓનો સમાવેશ 

ગ્રેડ A (5 કરોડ રૂપિયા) 
આર. અશ્વિન
રવિન્દ્ર જાડેજા
ચેતેશ્વર પુજારા
અજિંક્ય રહાણે
શિખર ધવન
કેએલ રાહુલ
મોહમ્મદ શમી
ઈશાંત શર્મા
રિષભ પંત
હાર્દિક પંડ્યા

 ગ્રેડ Bમાં પાંચ ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ 

ગ્રેડ B ( 3કરોડ રૂપિયા) 
રિદ્ધિમાન સાહા
ઉમેશ યાદવ
ભુવનેશ્વર કુમાર
શાર્દુલ ઠાકુર
મયંક અગ્રવાલ

ગ્રેડ C માં 10 ખેલાડીઓનો સમાવેશ 

ગ્રેડ C (1 કરોડ રૂપિયા) 
કુલદીપ યાદવ
નવદીપ સૈની
દીપક ચાહર
શુભમન ગિલ
હનુમા વિહારી
અક્ષર પટેલ
શ્રેયસ અય્યર
યુજવેન્દ્ર ચહલ
મોહમ્મદ સિરાજ

IND vs WI: Virat Kohli, Rohit Sharma eyeing for grand milestone during India-West  Indies series

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…