Not Set/ વિમ્બલ્ડનની સૌથી લાંબી સેમિફાઈનલ મેચમાં વિજય મેળવી એન્ડરસને મેળવી ફાઈનલની ટિકિટ

લંડન, ઈંગ્લેંડમાં રમાઈ રહેલા વર્ષના ત્રીજા ગ્રેન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેન્સ સેમિફાઈનલ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન અને અમેરિકાના જોન ઇસનેર વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચ જાણે કોઈ મેરાથોન દોડથી પણ ઓછું ન હતી, કારણ કે આ મેચ ૬ કલાક અને ૩૬ મિનિટ ચાલી હતી. ૩૯૬ મિનિટની […]

Sports
kevin anderson વિમ્બલ્ડનની સૌથી લાંબી સેમિફાઈનલ મેચમાં વિજય મેળવી એન્ડરસને મેળવી ફાઈનલની ટિકિટ

લંડન,

ઈંગ્લેંડમાં રમાઈ રહેલા વર્ષના ત્રીજા ગ્રેન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેન્સ સેમિફાઈનલ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન અને અમેરિકાના જોન ઇસનેર વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચ જાણે કોઈ મેરાથોન દોડથી પણ ઓછું ન હતી, કારણ કે આ મેચ ૬ કલાક અને ૩૬ મિનિટ ચાલી હતી.

૩૯૬ મિનિટની સેમિફાઈનલ મેચમાં કેવિન એન્ડરસને જોન ઇસનેરને 7-6(6), 6-7(5), 6-7(9), 6-4, 26-24થી હરાવ્યો હતો. જો કે આ મેચ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટના સિંગલ મુકાબલામાંના ઇતિહાસમાં સૌથી લાંબી સેમિફાઈનલ મેચ છે.

જો કે આ ૬ કલાક ૩૬ મિનિટની મેરાથોન મેચ બાદ પણ કેવિન એન્ડરસન સાઉથ આફ્રિકન ખેલાડી બન્યો છે, જે ૯૭ વર્ષમાં પહેલીવાર વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે હવે એન્ડરશનનો મુકાબલો રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચના વિજેતા સામે થશે.

જો કે નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ વચ્ચે શુક્રવારે રમાઈ રહેલી બીજી સેમિફાઈનલ મેચ નિર્ધારિત સમય સુધી પૂર્ણ થઈ ચુકી ન હતી. શુક્રવારે ત્રણ સેટ સુધી રમાયેલી મેચમાં જોકોવિચ પ્રથમ અને ત્રીજા સેટમાં 6-4, 3-6, 7-6 (11/9) જીતીને નડાલથી આગળ છે. ત્યારે હવે શનિવારે આ મેચ આગળ ધપાવવામાં આવશે.