Not Set/ ચેન્નઈની આ વૈભવી હોટેલમાં કોરોના બ્લાસ્ટ : એકસાથે 85 લોકો સંક્રમિત

એક તરફ દેશમાં કોરોનાના જુના કેસ ઘટી રહ્યા છે અને કોરોનાની નવી વેક્સિન શોધાઈ ચૂકી છે. તેના માટે ટ્રાયલ ચાલી રહ્યા છે. તેની વચ્ચે દેશમાં અમુક સ્થળો કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યા છે.ચેન્નઈની

Top Stories India
1

એક તરફ દેશમાં કોરોનાના જુના કેસ ઘટી રહ્યા છે અને કોરોનાની નવી વેક્સિન શોધાઈ ચૂકી છે. તેના માટે ટ્રાયલ ચાલી રહ્યા છે. તેની વચ્ચે દેશમાં અમુક સ્થળો કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યા છે.ચેન્નઈની આઈટીસી ગ્રેંડ ચોલા હોટલમાં કોરોનાનો પહેલો કેસ 15 ડિસેમ્બરે આવ્યો હતો. અહીં લગભગ 15 દિવસમાં 85 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિતોમાં હોટલના કર્મચારીઓ પણ સામેલ છે. 85 લોકોના સંક્રમિત થયા બાદ હોટલે જાહેરાતમાં કહ્યું કે અહીં તમામ અધિકારીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે

corona vaccination / અમેરિકાને પાછળ છોડી રસીકરણમાં ઇઝરાયલે બાજી મારી ,10 ટકાથી વધ…

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ચેન્નઈની ગ્વિંડીમાં આવેલી આઈટીસી ગ્રેન્ડ ચોલા હોટલમાં ગયા વર્ષે 15 ડિસેમ્બરે કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે ફક્ત લગભગ 15 દિવસમાં અહીં 85 લોકોના કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે. હોટલમાં જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં હોટલના કર્મચારીઓ પણ સામેલ છે. આ જાણકારી શનિવારે એક વર્ષિઠ અધિકારીએ આપી છે. સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણને કહ્યું કે આ પછી ગ્રેટર ચેન્નઈ નિગમને હોટલમાં રહેનારા દરેક મહેમાનોની તપાસ કરવાના આદેશ અપાયા છે.

ITC Grand Chola, a Luxury Collection Hotel, Chennai (Chennai, India), Chennai  hotel discounts | Hotels.com

‘Love Jihad’ Act / ગુજરાતમાં UP અને MP ની જેમ લવ-જેહાદ વિરોધી કાયદો બનશે અમલી ?…

આ ઉપરાંત હોટલે એક જાહેરાતમાં કહ્યું છે કે હોટલમાં અધિકારીઓ દ્વારા જાહેર દરેક દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ સોશ્યલ ડિસ્ટન્સિંગને માટે પણ હોટલની ક્ષમતાના 50ટકાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે હોટલમાં સંક્રમણનો પહેલો કેસ 15 ડિસેમ્બરે આવ્યો હતો. 31 ડિસેમ્બરે 16 અને 1 જાન્યુઆરીએ 13 લોકોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેઓએ કહ્યું કે હોટલ અને તેના આસપાસના કર્મચારીઓના રહેઠાણથી 609 લોકોના સેમ્પલ લેવાઈ ચૂર્યા છે. જેમાંથી 85 લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે. સારવાર બાદ તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.

ITC Grand Chola Hotel - Wikipedia

arrested / પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં હુમલો અને તોડફોડ કરનાર કુલ 55ની…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…