tax notice/ પંજાબના કુલ 14 આડતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ

ઈન્કમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના 10થી વધુ આડતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ વાતની આકરી ટીકા કરી આ રેડને કેન્દ્રની ચાલ ગણાવી છે.

Top Stories India
TEMPLE VIZIT 16 પંજાબના કુલ 14 આડતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ

ઈન્કમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના 10થી વધુ આડતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ વાતની આકરી ટીકા કરી આ રેડને કેન્દ્રની ચાલ ગણાવી છે.

ઈન્કમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના 10થી વધુ આડતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ વાતની ટીકા કરતા કહ્યું કે આ આંદોલન કરી રહેલા ખેડૂતોને સપોર્ટ કરી રહેલા આડતિયાઓને ડરાવવા અને ધમકાવવાની કેન્દ્રની ચાલ છે. તેમણે ચેતવણી આપી છે કે આ રીતેથી કેન્દ્રની વિરુદ્ધનો લોકોનો રોષ વધશે.મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્ર તરફથી પંજાબના કેટલાક આડતિયા​​​​​​​ઓની વિરુદ્ધ ઈન્કમ ટેક્સની રેડ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે. જેથી આડતિયાઓ પર દબાણ કરી શકાય. તેમણે કહ્યું કે આવી દમનકારી નીતિયો સત્તાધારી ભાજપને ઉલટી પડશે..વધુમાં કહ્યું કે આ વાત સ્પષ્ટ છે કે કૃષિ કાયદાની વિરુદ્ધ લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મનાવવા, ગુમરાહ કરવા અને વહેંચવામાં અસફળ રહ્યાં પછી કેન્દ્ર સરકારે હવે સંઘર્ષને નબળો કરવા માટે આડતિયા​​​​​​​ઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સક્રિયતાથી ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યાં છે.CRPFના જવાનોને સાથે લઈને જે આડતિયા​​​​​​​ઓના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી તેમાં

આડતિયાઓના ​​​​​​​ઘરે થઈ કાર્યવાહી

વિજય કાલડા, પ્રધાન ,પંજાબ અઢતિયા એસોસિએશન

પવન કુમાર ગોયલ, પ્રધાન ,સામાના મંડી

જસવિંદર સિંહ રાણા, પટિયાલા જિલ્લા પ્રધાન

મંજિંદર સિંહ વાલિયા, પ્રધાન, નવાશહર

હરદીર સિંહ લડ્ડ, પ્રધાન, રાજપુરા

કરતાર સિંહ, આઢતિયા, રાજપુર

અમરીક સિંહ, આઢતિયા ,રાજપુર

પંજાબના કુલ 14 આઢતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે…

પંજાબના ઘણાં મોટા આડતિયાના ઠેકાણાઓ પર નોટિસ આપ્યાના ચાર દિવસની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી. તેમની નોટિસના જવાબની પણ રાહ જોવામાં આવી નથી. એટલે સુધી કે સ્થાનિક પોલીસને પણ માહિતી અપાઈ નથી. જેને સામાન્ય વિધી ગણવામાં આવે છે. આઈટીની રેડ દરમિયાન સુરક્ષા આપવા માટે CRPFની સહાયતા લેવામાં આવી…

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…