drawing/ આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવી શકે..!!

ભાવનગરને સ્વચ્છતાની બાબતમાં સૌથી અગ્રેસર કરવા માટે મહાનગર પાલિકાએ કમર કસી છે. લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ આવે અને શહેર વધુ સ્વચ્છ બને  તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો પણ શરૂ કર્યા છે.

Top Stories Gujarat Others
TEMPLE VIZIT 17 આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવી શકે..!!

@અલ્પેશ ડાભી, ભાવનગર.

ભાવનગરને સ્વચ્છતાની બાબતમાં સૌથી અગ્રેસર કરવા માટે મહાનગર પાલિકાએ કમર કસી છે. લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ આવે અને શહેર વધુ સ્વચ્છ બને  તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો પણ શરૂ કર્યા છે.

રાજકોટ / ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે જિલ્લ…

Gujarat / ઔદ્યોગિક એકમોની સલામતી સામે પ્રશ્નાર્થ, ઇન્ડસ્ટ્રી સેફ્ટી અન…

દીવાલો પર સ્વચ્છતાનો સંદેશ આપતા ચિત્રો ભાવનગરના યુવાઓ બનાવી રહ્યા છે.  ભાવનગર મહાનગરપાલિકાનો સ્વચ્છતા રેન્કિંગમાં દિવસેને દિવસે અગ્રેસર ક્રમ આવતો જાય છે. બે વર્ષ પહેલા જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનો સ્વચ્છતા રેન્કિંગમાં 192 મોં ક્રમાંક હતો. પરંતુ ગત વર્ષે  આ આંક માત્ર 41 પર પહોંચી ગયો હતો જેને લઇને ભાવનગર મહાનગર પાલિકા તંત્ર શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે સક્રિય થયું છે. તંત્રના સોલિડવેસ્ટ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરની દીવાલો પર સ્વચ્છતા અંગે સૂચનો આપતા વોલ પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.   જેમાં 250  જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  આ પહેલાં પણ યુવાઓએ 200થી વધુ ચિત્રો દોરીને શહેરને સ્વચ્છ રાખવાનો જનજાગૃતિ રૂપી સંદેશ આપ્યો હતો.

Dharma / કુંભ મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, સોશિયલ ડિસ્ટન્સિંગની સા…

VISIT / કિસાન આંદોલન વચ્ચે  PM મોદી પહોચ્યા દિલ્હીના ગુરૂદ્વારા રકાબ…

આ વોલ પેઈન્ટિંગ સ્પર્ધા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિદ્યાનગર, અને પોલિટેકનિક કોલેજ સહિતના વિસ્તારોમાં સ્પર્ધકોએ સુંદર મજાના ચિત્રો બનાવ્યાં હતો.  આ વોલ પેઈન્ટિંગમાં મહાનગરપાલિકા દ્વારા કલાકારોને કલર સહિતના સાધનો, પીવાનું પાણી તેમજ અને ફુડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌથી સારા ત્રણ સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.  આ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આવા આયોજન કરવામાં આવશે અને શહેરમાં બને તેટલી જગ્યાઓ પર વોલ પેઈન્ટિંગ થકી લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવાવના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેથી આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવી શકે.

tax notice / પંજાબના કુલ 14 આડતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…